અમેરિકાના મિઝોરીના કેન્સાસ શહેરમાં ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ પોલીસે ત્રણ હથિયારધારી ઈસમોની ધરપકડ કરી છે.
પોલીસે ઘાયલ લોકોને બહાર કાઢ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.
ફાયર વિભાગે માહિતી આપી કે ચીફની સુપર બાઉલની જીત માટેની નીકળેલી રેલી વખતે ફાયરીંગ થયું હતું.
કેન્સાસના ગવર્નર લૌરા કેલીએ લોકોને પોલીસ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.
મહત્વનું છે કે અમેરિકામાં એક અઠવાડિયામાં ફાયરિંગની આ ત્રીજી ઘટના છે.
કેન્સાસ સિટીમાં બુધવારે બપોરે કેન્સાસ સિટી ચીફ માટે સુપર બાઉલ વિજય પરેડ સાથે રેલી કાઢવામાં આવી રહી હતી આ સમયે અચાનક ફાયરિંગ શરૂ થયુ હતું.
આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે. હુમલામાં ઘાયલ 8 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
મિઝોરીના અધિકારીઓનું કહેવું છે કે બુધવારે રેલી યુનિયન સ્ટેશન પહોંચતા જ અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયુ અને નાસભાગ મચી ગઈ.
જોકે, ત્યાં સુધીમાં પરેડ પણ પૂરી થઈ ગઈ હતી.