ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતને એક ઇનિંગ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે સિરીઝની બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીના રોજ કેપટાઉનમાં રમાશે. 

ભારતે બીજી મેચની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
દરમિયાન ગતરોજ શનિવાર (30 ડિસેમ્બર) માટે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન નક્કી કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ઈજાગ્રસ્ત થયો હતો.
ટીમ ઈન્ડિયાનો બોલિંગ ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર શનિવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
PTI અનુસાર, નેટ્સમાં બેટિંગ કરતી વખતે શાર્દૂલને ખભા પર બોલ વાગ્યો હતો.

રિપોર્ટ અનુસાર, નેટ સેશન શરૂ થયાના 15 મિનિટ પછી આ ઘટના બની, જ્યારે ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ શાર્દૂલને થ્રોડાઉન પ્રેક્ટિસ આપી રહ્યા હતા. શાર્દૂલ શોર્ટ બોલ રમી શક્યો ન હતો અને બોલ તેના ખભા પર વાગ્યો હતો.
બોલ વાગવાથી શાર્દૂલ ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને નેટ સેશન દરમિયાન બોલિંગ કરી શક્યો ન હતો. પરંતુ, મુંબઈના ઓલરાઉન્ડરે નેટ્સમાં બેટિંગ ચાલુ રાખી હતી. એકવાર તેણે બેટિંગ પૂરી કરી, ફિઝિયોએ તેના ખભા પર આઈસ પેક સ્લિંગ મૂક્યું અને તેણે નેટ્સમાં વધુ ભાગ લીધો નહીં આમ ઇજાને કારણે હવે શાર્દુલ ઠાકુર રમશે કે નહીં તે અંગે હજુ નક્કી નથી જોકે,તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

ભારતીય ટીમ આ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી પાછળ છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકાએ ઇનિંગ્સ અને 32 રને પરાજય આપ્યો હતો. હવે બંને ટીમ ન્યુલેન્ડ્સ, કેપટાઉન ખાતે 3થી 7 જાન્યુઆરી સુધી રમશે.