હોલીવુડ સિંગર એડ શીરાન આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. શાહરૂખ-ગૌરીએ મુંબઈમાં ‘મન્નત’માં સિંગર માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

હોલીવુડના લોકપ્રિય ગાયક અને ગીતકાર એડ શીરાન આ દિવસોમાં ભારત આવ્યા છે.
શાહરૂખ ખાન અને ગૌરી ખાને મુંબઈમાં તેમના ઘર ‘મન્નત’માં એડ શીરાન માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. શાહરૂખે એડને પોતાનો સિગ્નેચર પોઝ શીખવ્યો હતો.
સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ રહી છે. એડ એ સેલિબ્રિટીઝ માટે ગીતો પણ ગાયા અને ગૌરી ખાને તેમનો આભાર પણ માન્યો.

એડ શીરાને તેના ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાન સાથે રોમેન્ટિક પોઝ શેર કર્યો છે. ઘણા સેલેબ્સે ‘મન્નત’માં હાજરી આપી હતી અને એડ શીરાન સાથે ઘણી મસ્તી કરી હતી.

આ દરમિયાન એડ શીરાને ગિટાર વગાડીને બધાનું મનોરંજન પણ કર્યું હતું.
આ દરમિયાન ફરહાન ખાને શાહરૂખ અને એડ શીરાન સાથે ક્લિક કરેલી તસવીર પણ જોવા મળી હતી. તેમની તસવીરો પણ હવે વાયરલ થઈ રહી છે.

ફેન્સની સાથે સેલેબ્સ પણ તેના પર કોમેન્ટ કરી રહ્યા છે અને આ વીડિયોના વખાણ કરી રહ્યા છે.
ફોટો શેર કરતી વખતે ગૌરી ખાને કેપ્શન આપ્યું, ‘તમારું ગીત સાંભળીને ખૂબ જ મજા આવી, અમારી સાથે સુંદર સાંજ વિતાવવા બદલ આભાર.’ આ કેપ્શનમાં ગૌરીએ આર્યન ખાનની નવી બ્રાન્ડના જેકેટ જે શીરાને પહેરી છે તેની પણ પ્રશંસા કરી છે.