પિતા શાહરુખ ખાનની કારમાં બેસીને મન્નત રવાના થયો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
છેલ્લા ઘણા સમયથી લોકો અટકળો લગાવી રહ્યાં હતા કે આર્યન ખાનને જામીન મળશે કે નહી પરંતુ આર્યનને 28 ઓક્ટોબરે જામીન મળ્યા અને આજે રિલીઝ ઓર્ડર આપીને આર્યનને જેલમાંથી બહાર કઢાયો છે. આર્યન જ્યારે જેલમાંથી બહાર આવ્યો તો તેની આસપાસ લોકોની ભારે ભીડ જામી હતી.
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન 28 દિવસ બાદ આર્થર રોડ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. આર્યન પોતાના પિતા શાહરુખ ખાનની ગાડીમાં બેસીને મન્નત જવા રવાના થઈ ગયા છે. આર્યન ખાનની મુક્તિ પર તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. શુક્રવારથી જ શાહરુખ ખાનના ઘરમાં ઉત્સવનો માહોલ છે.
આર્યનની મુક્તિની પ્રક્રિયા થઈ પૂર્ણ
જેલ
અધિકારીઓએ જણાવ્યુ કે આર્યનની મુક્તિની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આર્યન ખાનની સાથે-સાથે અન્ય લોકોની મુક્તિની પ્રક્રિયા ખતમ થઈ ચૂકી છે. પેપરવર્ક પૂર્ણ થઈ ગયુ છે.
ફસડાઇ પડી હતી ગૌરી ખાન
પરિવારથી જોડાયેલા એક મિત્રએ જણાવ્યું કે, શાહરૂખને સલમાન, અક્ષય, સુનીલ દરેકે કોલ કર્યો હતો. ગૌરીને પણ પોતાની મિત્ર મહીપ કપૂર અને સીમા ખાને કોલ કર્યો હતો. જ્યારે તેને જામીન મળવાના સમાચાર મળ્યા તો ગૌરી જમીન પર ફસડાઇ પડી હતી. ગોઠણ પર બેસીને બે હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળી હતી. તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. સુહાના ખાને પણ આર્યનના UK USના મિત્રોને ફોન કરીને તેમના સપોર્ટ માટે આભાર માન્યો હતો.