ગુરુવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને આ દરમિયાન ગૌતમ અદાણીથી માંડીને મુકેશ અંબાણી સુધીના શેર ઝડપી ગતિએ દોડ્યા હતા.
Adani Ent Share લગભગ 8 ટકા ઉછળ્યો હતો.
શેરબજારમાં ચાલી રહેલી મંદીનો ગુરુવારે અંત આવ્યો અને અચાનક સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપથી વધારો થવા લાગ્યો. બંને ઈન્ડેક્સે ઝડપથી વધીને ઈતિહાસ રચ્યો હતો. એક તરફ સેન્સેક્સે તેનો જૂનો રેકોર્ડ તોડીને 1200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 75,368ના ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો, તો બીજી તરફ નિફ્ટીએ પણ 350 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો અને 22,948ની સપાટીએ પહોંચી ગયો હતો. બજારમાં આ તેજી દરમિયાન 10 શેર એવા હતા જે બજારના હીરો તરીકે ઉભરી આવ્યા હતા. તેમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝથી માંડીને રેલવે સ્ટોક્સ IRFC-RVNL અને અન્યના નામનો સમાવેશ થાય છે. આમાંના ઘણા શેર 10 ટકાથી વધુ ઉછળ્યા છે.