12 જેટલા શહેરોની ઘણી સ્કુલોને ધમકીભર્યા કોલ મળ્યા હોવાનું સામે આવ્યું, પોલીસે શરૂ કરી તપાસ
આપણું ગુજરાત ન્યૂઝ
ન્યુઝીલેન્ડમમાં આજે 12 જેટલા શહેરોની ઘણી સ્કુલોને ધમકીભર્યા કોલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ ન્યુઝીલેન્ડ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે પરંતુ સ્કુલોમાં ધમકીના ફોનથી ડરનો માહોલ છવાઇ ગયો હતો. આ તરફ માસ્ટરટનની શાળાઓમાં ધમકીઓના સંબંધમાં પૂછપરછ ચાલી રહી છે. તો બીજીતરફ કાઇકોરા, ગ્રેમાઉથ, ક્વીન્સટાઉન, લેવિન, વાંગાનુઇ, રોલેસ્ટન, તાકાકા, ગેરાલ્ડિન, ડનસ્ટન, એશબર્ટન અને પાલ્મર્સ્ટન નોર્થની સ્કુલોમાં પણ આ જ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે.
કોલમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી, ઘણી શાળાઓ ખાલી કરાવાઇ
આજે ઓછામાં ઓછી એક ડઝન શાળાઓને બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી, અને ગઈકાલે ચાર જેટલી સ્કુલોને આ જ પ્રકારે ધમકી અપાઇ હતી. આ કારણે ઘણી બધી શાળાઓને ખાલી કરાવવાની સાથે વ્યાપક વિક્ષેપ સર્જાયા હતા.
વિદેશથી સાયબરબોટના સહારે ફોન થયા હોવાનું અનુમાન
પ્રિન્સિપલ્સ ફેડરેશને જણાવ્યું હતું કે બોમ્બની ધમકીઓ વિદેશી સાયબરબોટમાંથી ઉદ્દભવી હતી. પોલીસે જણાવ્યું હતું કે માસ્ટરટન, કાઈકોરા, ગ્રેમાઉથ, ક્વીન્સટાઉન, લેવિન, વાંગાનુઈ, રોલેસ્ટન, તાકાકા, ગેરાલ્ડિન, ડનસ્ટન, એશબર્ટન અને પાલ્મર્સ્ટન નોર્થની શાળાઓમાં ધમકીઓના સંબંધમાં પૂછપરછ ચાલી રહી છે. મંગળવારે, વાઇકાટો, થેમ્સ અને ગિસ્બોર્નમાં ચાર હાઇસ્કૂલોને ફોન બોમ્બની ધમકીઓ મળી હતી.