હ્રદયરોગના હુમલાથી 29 વર્ષની વયે અવીનું નિધન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન શોકમગ્ન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું

  • ગુજરાત તરફથી શરૂ કર્યું હતું ક્રિકેટ કરિયર
  • અત્યાર સુધી 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી
  • હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં રમ્યો હતો

સૌરાષ્ટ્રના બૅટ્સમૅન અવિ બારોટનું 29 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થઈ ગયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશને આની માહિતી આપી હતી. અવિ બારોટ સૌરાષ્ટ્ર સિવાય હરિયાણા અને ગુજરાત માટે પણ ક્રિકેટ રમી ચૂક્યા છે.
તેઓ ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમનો ભાગ પણ હતા અને રણજી ક્રિકેટ ચૅમ્પિયન ટીમનો પણ ભાગ હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું કે, અવિ બારોટના નિધનથી તમામ દુખી છે. 15 ઑક્ટોબર 2021ની સાંજે અવિ બારોટનું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હતું. અવિ બારોટે સૌરાષ્ટ્ર માટે 21 રણજી મૅચ, 17 લિસ્ટ-એ મૅચ અને 11 ટી-20 મૅચ રમી હતી. છેલ્લે તેઓ માર્ચ 2021માં મૅચ રમ્યા હતા.

અવિ બારોટ એક બેટ્સમેન હતા, જે ઑફબ્રેક બોલિંગ પણ કરતા હતા સાથે જ વિકેટકીપિંગ પણ કરતા હતા. અવિ બારોટે કુલ 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમી, જેમાં 1547 રન બનાવ્યા. લગભગ 38 લિસ્ટ એ મેચમાં 1030 રન બનાવ્યા. માત્ર 20 ટી-20 મેચમાં 717 રન બનાવ્યા.
સૌરાષ્ટ્રની ટીમે જ્યારે રણજી ટ્રોફી જીતી હતી ત્યારે અવિ બારોટ તે વિજેતા ટીમનો ભાગ હતા. અવિ બારોટ સૌરાષ્ટ્ર માટે 21 રણજી મેચ, 17 લિસ્ટ એ મેચ, 11 ટી-20 મેચ રમી ચૂક્યા હતા. અવિ બારોટે પોતાની છેલ્લી મેચ આ વર્ષે માર્ચમાં રમી હતી.