‘સત્યમેવ જયતે 2’થી એની ટક્કર થશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકારે થિયેટરો ખોલવાની ઘોષણા કર્યા પછી કેટલાય ડિરેક્ટરોએ પોતપોતાની ફિલ્મની રિલીઝ તારીખોનું એલાન કરી દીધું છે. સલમાન ખાન અને આયુષ શર્મા અભિનિત ફિલ્મ ‘અંતિમ-ધ ફાઇનલ ટ્રુથ’ સિનામાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. અહેવાલો મુજબ આ ફિલ્મ 26 નવેમ્બરે રિલીઝ થાય એવી શક્યતા છે. જો સલમાનની ફિલ્મ એ 26 નવેમ્બરે રિલીઝ થશે તો જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમારની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’થી એની ટક્કર થશે.

શીખ પોલીસની ભૂમિકામાં છે સલમાન ખાન
‘અંતિમ’ની વાર્તા મુખ્યત્વે એક પોલીસવાળા અને અલગ-અલગ વિચારધારાવાળા ગેન્ગસ્ટરની આસપાસ છે. આ ફિલ્મમાં બે હીરો સંપૂર્ણ રીતે જુદી-જુદી દુનિયા અને વિચારધારાના બે નાયકને સામસામે લાવે છે- આ ફિલ્મમાં નખ કરડી ખવાય એટલી ઉત્તેજના છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ ફિલ્મનું ‘પોસ્ટર’ રિલીઝ થયું હતું, જેમાં સલમાન અને આયુષની આંખો બંધ છે, જેથી આ ફિલ્મમાં અંત સુધી બંને વચ્ચે ટક્કર થાય છે. આ ફિલ્મમાં સલમાન એક શીખ પોલીસવાળાની ભૂમિકામાં છે. આ ફિલ્મનું પહેલાં નામ ‘ગન્સ ઓફ નોર્થ’ હતું, પણ ડિરેક્ટરે એને છેલ્લે બદલી નાખ્યું હતું. અંતિમને સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે અને એને મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત છે.