સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ, ગળાના ભાગે પહોંચી ઇજા, મુંબઇ પોલીસે શરૂ કરી તપાસ, ચોરની ધરપકડ કરવા માટે પોલીસે શરૂ કરી તપાસ
બોલિવૂડમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. રાત્રે 2 વાગ્યે ચોરે ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ લખાઇ રહ્યું છે ત્યારે મળતી પ્રાથમિક માહિતી અનુસાર તેમના શરીર પર 2-3 વાર હુમલા થયા છે. અભિનેતા હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. મુંબઈ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કોણે અને શા માટે કર્યો.
મુંબઈ પોલીસે શું કહ્યું?
સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે મુંબઈ પોલીસે કહ્યું કે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો હતો. આ પછી, સૈફ અને ઘુસણખોર વચ્ચે ઝપાઝપી થઈ. આ દરમિયાન તેણે સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો. આ મામલાની તપાસ હજુ પણ ચાલુ છે.
હુમલો સમયે કરીના કપૂર ક્યાં હતી?
હાલમાં, હુમલા સમયે પરિવારના બાકીના સભ્યો ક્યાં હતા તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ કરિશ્મા કપૂરે 9 કલાક પહેલા ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેણીએ બહેન કરીના કપૂર, મિત્ર રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી. ત્રણેયે સાથે રાત્રિભોજનનો આનંદ માણ્યો. કરીનાએ બહેન કરિશ્માની આ પોસ્ટ તેના એકાઉન્ટ પર ફરીથી શેર કરી છે. જોકે, સૈફ પર હુમલો થયો ત્યારે કરીના તેની ગર્લ ગેંગ સાથે હતી કે ઘરે પહોંચી હતી તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.