રશિયાએ યુક્રેન પર સૌથી મોટો મિસાઈલ હુમલો કર્યો હોવાના અહેવાલ છે.  
રશિયન મિસાઈલ હુમલાએ કથિત રીતે ઓડેસા, કિવ અને યુક્રેનના અન્ય વિસ્તારોમાં અનેક ઈમારતોને નિશાન બનાવી હતી.
BNO ન્યૂઝ મુજબ, યુક્રેન પર રશિયન મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 70 થી વધુ લોકો ઘાયલ થયા
રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ટેલિગ્રામ મેસેન્જર પર કહ્યુ કે રશિયા દ્વારા લગભગ 110 મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની મિસાઇલ તોડી પાડવામાં આવી હતી.
ટેલિગ્રામ મેસેન્જર પર એરફોર્સ કમાન્ડર માયકોલ ઓલેશ્ચુકે તેને 2022 માં રશિયાના આક્રમણ પછીનો સૌથી મોટો હવાઈ હુમલો ગણાવ્યો હતો.
આર્મી ચીફ જનરલ વેલેરી ઝાલુઝનીએ કહ્યું કે હુમલામાં મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક અને લશ્કરી સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી. રશિયા તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી.
દરમિયાન, યુક્રેનના અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે રશિયન દળોએ કિવમાં રહેણાંક ઇમારતોને મિસાઇલો વડે નિશાન બનાવી છે.
12 નાગરિકોના મોત થયાના અહેવાલ છે, શહેરના સૈન્ય પ્રશાસને જણાવ્યું કે રાજધાનીમાં કાટમાળ નીચે 10 લોકો દટાયા છે,તે જ સમયે, ગવર્નરે જણાવ્યું હતું કે ડીનીપ્રો શહેરમાં એક પ્રસૂતિ વોર્ડને નુકસાન થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, યુક્રેનના અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે રશિયન દળોએ કિવમાં રહેણાંક ઇમારતોને મિસાઇલો વડે નિશાન બનાવી છે. 12 નાગરિકોના મોત થયા હતા, જ્યારે ડઝનેક ઘાયલ થયા હતા. શહેરના સૈન્ય પ્રશાસને જણાવ્યું કે રાજધાનીમાં કાટમાળ નીચે 10 લોકો દટાયા છે. તે જ સમયે, ગવર્નરે જણાવ્યું હતું કે ડીનીપ્રો શહેરમાં એક પ્રસૂતિ વોર્ડને નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી.