રિવરડેલ નામના વિસ્તારમાં મંગળવારે સવારે આ અકસ્માત થયો હતો, ક્રિકેટ જગતમાં શોકની લાગણી, અનેક આંતરરાષ્ટ્રીય મેચમાં કર્યું હતું અમ્પાયરિંગ
વિશ્વ ક્રિકેટ જગત માટે આજે એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, વિશ્વ ક્રિકેટના સૌથી લોકપ્રિય ચહેરામાંથી એક દક્ષિણ આફ્રિકાના અમ્પાયર રુડી કોર્ટઝેન (Rudi Koertzen)નું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ દુર્ઘટના સમયે તેની સાથે અન્ય ત્રણ લોકો પણ હાજર હતા, જે તમામના અકસ્માતમાં મોત થયા હતા. દક્ષિણ આફ્રિકાના રિવરડેલ નામના વિસ્તારમાં મંગળવારે સવારે આ અકસ્માત થયો હતો. સમગ્ર ઘટનાની માહિતી સ્થાનિક અખબારમાંથી મેળવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના મંગળવારે સવારે દક્ષિણ આફ્રિકાના રિવરડેલ નામના વિસ્તારમાં બની હતી. નેલ્સન મંડેલા ખાડીમાં રહેતા 73 વર્ષીય રૂડી કોર્ટઝેન ગોલ્ફ વીકએન્ડ પછી કેપટાઉનથી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન, રિવરડેલ વિસ્તારમાંથી પસાર થતી વખતે તેની કાર અથડાઈ હતી, જે બાદ તેમને કથિત રીતે ગંભીર ઈજાઓ થઈ હતી અને આ અનુભવી અમ્પયરે તમામ ક્રિકેટ ચાહકોને છોડી દીધા હતા. સમગ્ર ઘટનાની વિગતો આપતાં, કુર્ટઝેનના પુત્ર એ જણાવ્યું હતું કે, “તેઓ તેમના કેટલાક મિત્રો સાથે ગોલ્ફ ટુર્નામેન્ટમાં ગયા હતા અને સોમવારે પાછા આવે તેવી અપેક્ષા હતી, પરંતુ એવું ન થયું કારણ કે તેમની કારને અકસ્માત નડ્યો હતો.
આઉટ આપવાની સ્ટાઇલ હતી અનોખી
રૂડી કોર્ટઝેન ક્રિકેટ ઈતિહાસના સૌથી પ્રતિષ્ઠિત અમ્પાયરોમાંના એક છે. ધીમી ગતિએ બેટ્સમેનને આઉટ કરવાની તેમની શૈલી ક્રિકેટ પ્રેમીઓના મનમાં છવાયેલી રહેશે. 1991માં અને 1992માં જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો ત્યારે તેઓ અમ્પાયર બન્યા હતા.
ત્યારબાદ તેણે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચમાં પદાર્પણ કર્યું. 43 વર્ષની ઉંમરે, તે પોર્ટ એલિઝાબેથ ખાતે તેની પ્રથમ ટેસ્ટમાં ઉભા રહ્યા હતા. આ પ્રથમ શ્રેણી હતી જેમાં ટેલિવિઝન રિપ્લેનો ઉપયોગ રન-આઉટને જજ કરવા માટે કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, રુડી કોર્ટઝેન એ વ્યક્તિ છે જેમણે પુરૂષ ક્રિકેટના ઈતિહાસમાં બીજી સૌથી વધુ મેચના ઈતિહાસમાં અમ્પાયરની ભૂમિકા ભજવી હતી.
ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે સૌથી વધુ પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચો:
અલીમ દાર – 400
રૂડી કુર્ટઝેન – 331
સ્ટીવ બકનર – 309
બિલી બોડેન – 308
સિમોન ટૉફેલ – 282