પાકિસ્તાનની તપાસ એજન્સી FIAએ મની લોન્ડરિંગના મામલામાં FIR દાખલ કરી છે. હવે PM શાહબાઝ શરીફ અને તેમના પુત્રની 14 અબજના મની લોન્ડરિંગ કેસમાં ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમના પુત્ર અને પંજાબના મુખ્યમંત્રી હમઝા શાહબાઝ પર ધરપકડની તલવાર લટકી રહી છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FAI)એ મની લોન્ડરિંગના મામલામાં FIR દાખલ કરી છે. હવે PM શાહબાઝ શરીફ અને તેમના પુત્રની 14 અબજના મની લોન્ડરિંગ કેસમાં ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. FIAએ વધુ તપાસ માટે PM શહબાઝ શરીફ અને તેમના પુત્ર હમઝા શાહબાઝની ધરપકડ કરવા કોર્ટને વિનંતી કરી છે. જો કે કોર્ટે તેમના આગોતરા જામીન 11મી જૂન સુધી લંબાવ્યા હતા.