એજબેસ્ટન ખાતેમાં જો રૂટ અને જોની બેરસ્ટોની શાનદાર સદી, ટેસ્ટમાં ભારતની નિરાશાજનક બોલિંગ, પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી હવે 2-2થી ડ્રો, પ્લેયર ઓફ ધ મેચ જોની બેરસ્ટો, પ્લેયર ઓફ ધ સિરીઝ જો રૂટ

જસપ્રીત બુમરાહ, ટીમ ઈન્ડિયાનું ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું ચકનાચૂર

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
બર્મિંગહામના એજબેસ્ટન (Edgbaston Test) મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India)નો 7 વિકેટે પરાજય થયો હતો. ઇંગ્લેન્ડે (England) ચોથી ઇનિંગમાં 378 રન બનાવીને રેકોર્ડ જીત નોંધાવી હતી અને પાંચ મેચની સિરીઝ 2-2થી બરાબર કરી હતી. 15 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું એજબેસ્ટન પહોંચેલી ભારતીય ટીમ હવે ચકનાચૂર થઇ ગયું છે.

પહેલીવાર ભારત 350 રનનું લક્ષ્ય આપીને હાર્યું
ઈંગ્લેન્ડ તરફથી 378 રનનો પીછો કરતા જો રૂટ અને જોની બેયરસ્ટોએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. બંનેએ અહીં સદી ફટકારી હતી અને છેલ્લા દિવસે જીતવા માટે જરૂરી 7 વિકેટમાં ટીમ ઈન્ડિયાને એક પણ સફળતા મેળવવા દીધી નહોતી. જો રૂટે 142 અને જોની બેયરસ્ટોએ 114 રન બનાવ્યા હતા. બંને ધમાકેદાર ઇનિંગ્સના આધારે ઇંગ્લેન્ડે માત્ર 77 ઓવરમાં 378 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, આ દરમિયાન ઇંગ્લેન્ડનો રન રેટ લગભગ પાંચ રહ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે ભારતે વિરોધી ટીમને 350થી વધુનો ટાર્ગેટ આપ્યો હોય અને તે પછી પણ તે મેચ હારી ગઈ હોય.

જોની બેરસ્ટોએ ટીમ ઈન્ડિયાની લય બગાડી
ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 284 રન બનાવ્યા હતા અને તે ભારતથી 132 રનથી પાછળ રહી ગઈ હતી. પરંતુ આ પ્રથમ દાવમાં પણ જોની બેરસ્ટો ઈંગ્લેન્ડ માટે સ્ટાર બની ગયો હતો. વિરાટ કોહલી સાથે જોની બેરસ્ટોની લડાઈની શરૂઆતમાં શું થયું, તેની રમત બદલાઈ ગઈ. આ પછી તેણે પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી તો બીજી ઈનિંગમાં બેરસ્ટોએ પણ સદી ફટકારી હતી.

બીજા દાવમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પોતાની રમત બદલી નાખી. ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ પ્રથમ સદીની ભાગીદારી કરી હતી. જે બાદ જો રૂટ અને જોની બેયરસ્ટો વચ્ચે જબરદસ્ત ભાગીદારી થઈ હતી. પૂર્વ કેપ્ટન જો રૂટે પણ અહીં પોતાની કારકિર્દીની 28મી સદી ફટકારી હતી. જો રૂટ અને જોની બેરસ્ટો વચ્ચે 316 બોલમાં 269 રનની અણનમ પાર્ટનરશિપ થઈ હતી અને ટીમ ઈન્ડિયાના બોલર્સને વામણા પૂરવાર કર્યા હતા.

એજબેસ્ટન ટેસ્ટ સંપૂર્ણ સ્થિતિ

  • ભારત પ્રથમ દાવ – 416 રન, ઋષભ પંત 146, રવિન્દ્ર જાડેજા 104
  • ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ – 284 રન, જોની બેરસ્ટો 106 રન
  • ભારત બીજો દાવ – 245, ચેતેશ્વર પૂજારા 66, ઋષભ પંત 57
  • ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સ – 378/3, જો રૂટ 142, જોની બેરસ્ટો 114

દિગ્ગજો નિષ્ફળ ગયા, મિડલ ઓર્ડરે કબજો મેળવ્યો
ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી તો તેની શરૂઆત ખરાબ રહી. ટીમ ઈન્ડિયાએ 100 રનની અંદર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 200થી વધુ રનની ભાગીદારી થઈ જેણે ભારતની લાજ બચાવી હતી. પ્રથમ દાવમાં ઋષભ પંતે 146, રવિન્દ્ર જાડેજાએ 104 રન બનાવ્યા હતા.

જો બીજા દાવની વાત કરીએ તો ફરી એકવાર ટોપ ઓર્ડર નિષ્ફળ સાબિત થયો. માત્ર ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે અડધી સદી ફટકારી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 245 રન સુધી પહોંચ્યો હતો. ત્રીજા દિવસે સારી લીડ લીધા બાદ ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ તેની સાત વિકેટ માત્ર 120ના અંતરે ગુમાવી દીધી હતી જે ભારત માટે ભારે પડી હતી.