ન્યુઝીલેન્ડમાં આજે બપોરે ઓકલેન્ડ સ્થિત પાપાટોઇટોઈ વિસ્તારમાં આવેલ સોના સંસાર જ્વેલરી સ્ટોરમાં ઘૂસેલા કેટલાક ઈસમોએ તોડફોડ કરી લૂંટ ચલાવી હતી આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.

વિગતો મુજબ આજે બપોરે 4 વાગ્યા બાદ પૂર્વ તામાકી રોડ સ્થિત સોના સંસાર જ્વેલરી સ્ટોરમાં ત્રણ કર્મચારીઓનો સ્ટાફ હતો તે સમયે આ ઘટના બની હતી આ સમયે શોપમાં કોઈ ગ્રાહક નહોતો

પોલીસનું કહેવું છે કે કોઈ નુકસાન થયું નથી પરંતુ કર્મચારીઓ હચમચી ગયા હતા.

ગુનેગારો સંખ્યાબંધ વસ્તુઓની લૂંટ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા,પોલીસ તેમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે
આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.