RLD ચીફ જયંત ચૌધરીએ આખરે સોમવારે NDAમાં જોડાવાની જાહેરાત કરી છે.

હવે ચૌધરી જયંત એનડીએમાં જોડાવાથી પશ્ચિમ યુપીમાં ચૂંટણીના સમીકરણો પણ સંપૂર્ણપણે બદલાઈ જશે. જોકે, જયંતનું NDAમાં જોડાવાનું ઘણા દિવસોથી નિશ્ચિત માનવામાં આવતું હતું પરંતુ સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી હતી.

આરએલડી ચીફ ચૌધરી જયંત સિંહ એનડીએમાં જોડાવાથી પશ્ચિમ યુપીના ચૂંટણી સમીકરણો પણ બદલાઈ જશે. હવે આગામી લોકસભા ચૂંટણીમાં જાટ વોટ બેંક પણ ભાજપ તરફ જોવા મળશે જેના બે મોટા કારણો છે. પહેલા ભાજપ સરકારે ખેડૂતોના મસીહા પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ હવે આરએલડીના વડા ચૌધરી જયંત સિંહે પણ NDAમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી છે.

બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત કરી હતી.
આ સાથે વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર આની જાહેરાત કરી હતી.
આરએલડી ચીફ ચૌધરી જયંત સિંહે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે તેમણે દિલ જીતી લીધું છે.
ચૌધરી જયંત સિંહે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. 9 ફેબ્રુઆરીએ તેમણે કહ્યું હતું કે સીટોની વહેંચણીનો કોઈ પ્રશ્ન જ નથી, આજનો દિવસ ધન્યવાદનો દિવસ છે. તેણે કહ્યું કે હું પરિસ્થિતિ જોઈને વાત કરું છું. જયંતે કહ્યું હતું કે પિતા અજીત સિંહનું અધૂરું સપનું પૂરું થયું છે,કહ્યું કે આ એક ભાવનાત્મક અને યાદગાર ક્ષણ છે. આ નિર્ણય પેઢીઓ સુધી યાદ રહેશે.