રિષભ પંતે જ કર્યો ખુલાસો, ઉંઘને પગલે નહીં ખાડાને કારણે થયો અકસ્માત

ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત હજુ પણ હોસ્પિટલમાં છે. પંતે પોતાની સાથે બનેલી આ ઘટના અંગે મોટો ખુલાસો કર્યો છે. હવે તેણે અકસ્માતનું સાચું કારણ જણાવ્યું છે. પહેલા તેણે કહ્યું હતું કે તેની સાથે આ અકસ્માત નિદ્રાના કારણે થયો હતો, પરંતુ હવે તેણે સત્ય પરથી પડદો હટાવી દીધો છે.

દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ના ડિરેક્ટર શ્યામ શર્મા પંતને મળવા દેહરાદૂનની મેક્સ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમણે પંત સાથે વાત કરી અને આ દરમિયાન પંતે અકસ્માત વિશે ખુલાસો કર્યો.શ્યામ શર્માના જણાવ્યા અનુસાર, પંતે કહ્યું કે તેમનો અકસ્માત નિદ્રાને કારણે નહીં, પરંતુ ખાડાને કારણે થયો હતો. શ્યામ શર્માએ ન્યૂઝ એજન્સીને આ વાતનો ખુલાસો કર્યો. જ્યારે શ્યામ શર્માને પંતના અકસ્માત વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેના વિશે વાત કરતા કહ્યું કે પંતે કહ્યું, “રાતનો સમય હતો. ક્યાંક ખાડો હતો, તેને બચાવવા જતાં આ અકસ્માત થયો.

પંત સારવાર માટે લંડન જઈ શકે

પંતને અત્યારે ક્યાંય શિફ્ટ કરવામાં આવશે નહીં. જોકે, તેને લીગામેંટની સારવાર માટે લંડન જવું પડી શકે છે, આનો નિર્ણય BCCI કરશે. આ સિવાય પંતને અહીંથી ત્યાં શિફ્ટ કરવાનો નિર્ણય પણ BCCI લેશે. હાલ બીસીસીઆઈ તમામ ડોક્ટરોના સંપર્કમાં છે.પંત 2 મહિનામાં ફરી મેદાન પર જોવા મળશેડીડીસીએના જોઈન્ટ સેક્રેટરી રાજન મનચંદાએ કહ્યું, “અત્યાર સુધી પંતના અહેવાલો અનુસાર પંતને ગંભીર ઈજા થઈ નથી. અમને આશા છે કે પંત 2 મહિનામાં મેદાન પર આવી જશે. ડીડીસીએના ડાયરેક્ટર શ્યામ શર્મા તેમને મળવા દેહરાદૂન પહોંચ્યા છે અને બીસીસીઆઈ તેમની શ્રેષ્ઠ સારવાર કરાવી રહી છે.