રિષભ પંતે ફ્રેન્ક મુલર વેનગાર્ડ યાચિંગ સિરીઝની ઘડિયાળ ખરીદવા માટે 36,25,120 રૂપિયા આપ્યા હતા. આ સિવાય તેણે બીજી ઘડિયાળ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પંતે રિચર્ડ મિલે ઘડિયાળ માટે 62,60,000 રૂપિયા પણ ચૂકવ્યા હતા. 1.63 કરોડ રૂપિયાનો પંતને ચૂનો લગાવ્યો

ભારત અને દિલ્હી કેપિટલ્સનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત છેતરપિંડીનો શિકાર બન્યો છે. હરિયાણાના એક ક્રિકેટરે તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. પંતને 1.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પંતને છેતરનાર ખેલાડીનું નામ મૃણાક સિંહ છે. પોલીસે અન્ય એક કેસમાં તેની ધરપકડ કરી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને તેના મેનેજર પુનીત સોલંકીએ મૃણાક સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.

મૃણાક પર બીજો કેસ નોંધાયેલ છે. ઓછી કિંમતમાં મોંઘી ઘડિયાળો અને મોબાઈલ ફોન અપાવવાના નામે વેપારી સાથે છેતરપિંડી કરી હતી. આ કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. છેતરપિંડીના કેસમાં પંતના મેનેજરે કહ્યું છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેણે બાઉન્સ થયેલા ચેક દ્વારા 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

રિષભ પંતે ફ્રેન્ક મુલર વેનગાર્ડ યાચિંગ સિરીઝની ઘડિયાળ ખરીદવા માટે 36,25,120 રૂપિયા આપ્યા હતા. આ સિવાય તેણે બીજી ઘડિયાળ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પંતે રિચર્ડ મિલે ઘડિયાળ માટે 62,60,000 રૂપિયા પણ ચૂકવ્યા હતા.

મૃણાકે પંત અને તેના મેનેજર સોલંકીને કહ્યું હતું કે તે પોસાય તેવી કિંમતે વૈભવી ઘડિયાળો ખરીદી શકે છે અને તેને આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંતે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે મૃણાકે તેની સાથે છેતરપિંડી કરી છે. મૃણાક ઘણા સમયથી છેતરપિંડી કરી રહ્યો છે. તેણે અનેક લોકોને છેતર્યા છે. તાજેતરમાં મૃણાકની જુહુ પોલીસે એક બિઝનેસમેનને છ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરી હતી.