બે સપ્તાહના સતત ઘટાડા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે.

23 ફેબ્રુઆરી 2024 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં $2.97 બિલિયનનો વધારો થયો છે.

ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધીને $619.07 બિલિયન થયું છે, જે અગાઉના સપ્તાહમાં $616.09 બિલિયન હતું.

બેન્કિંગ સેક્ટર રેગ્યુલેટર આરબીઆઈએ ફોરેક્સ રિઝર્વના ડેટા જાહેર કરતા કહ્યું કે 23 ફેબ્રુઆરીના રોજ પૂરા થતા વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ 3 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે. $2.97 બિલિયનના વધારા સાથે, તે વધીને $619.07 બિલિયન થઈ ગયું છે, જે પહેલા સપ્તાહમાં $616.097 બિલિયન હતુ, ફોરેન કરન્સી એસેટ્સમાં પણ વધારો થયો છે અને તે $2.40 બિલિયનના વધારા સાથે $548.18 બિલિયન પર પહોંચી ગઈ છે.

RBIના ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો જોવા મળ્યો છે. ગોલ્ડ રિઝર્વ $472 મિલિયનના વધારા સાથે $47.84 બિલિયન પર પહોંચી ગયું છે.

એસડીઆરમાં પણ 89 મિલિયન ડોલરનો વધારો થયો છે અને તે 18.19 અબજ ડોલર થયો છે. IMFમાં થાપણ અનામત $9 મિલિયનના ઉછાળા સાથે $4.83 બિલિયન હતું.

જ્યારે પણ આરબીઆઈ સ્થાનિક ચલણને સંચાલિત કરવા અથવા ડોલર સામે તેના ઘટાડાને રોકવા માટે હસ્તક્ષેપ કરે છે, ત્યારે વિદેશી મુદ્રા ભંડારમાં ફેરફાર જોવા મળ્યો છે. ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર $645 બિલિયનના સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ તેમાં મોટો ઘટાડો થયો હતો.

જ્યારે કરન્સી માર્કેટ (ફોરેક્સ માર્કેટ)માં એક ડોલર સામે રૂપિયામાં થોડી મજબૂતી જોવા મળી છે. 2 પૈસાની મજબૂતી સાથે રૂપિયો એક ડોલર સામે 82.90 ના સ્તર પર બંધ થયો હતો.