RIL તરફથી એક્સેન્જ ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ 7-ઇલેવન સ્ટોર શનિવારે એટલે કે 9મી ઓક્ટોબરના રોજ અંધેરી ઇસ્ટ, મુંબઈ ખાતે શરૂ થશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries -RIL) તરફથી ગુરુવારે જાહેરાત કરવામાં આવી છે કે તેની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Reliance Retail Ventures Limited) ભારતમાં 7-ઇલેવન સ્ટોર (7-Eleven Convenience stores) લૉંચ કરશે. રિલાયન્સ રિટેલની સબ્સિડિયરી કંપનીએ ભારતમાં પોતાના સ્ટોર લૉંચ કરવા માટે 7-ઇલેવન, ઇંક (SEI) સાથે એક માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યો છે.
RIL તરફથી એક્સેન્જ ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ 7-ઇલેવન સ્ટોર શનિવારે એટલે કે 9મી ઓક્ટોબરના રોજ અંધેરી ઇસ્ટ, મુંબઈ ખાતે શરૂ થશે. મુંકેશ અંબાણીની કંપની RIL તરફથી કહેવામાં આવ્યું છે કે 7-ઇલેવન સ્ટોર્સનો ઉદેશ્ય ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવાનો છે.

ફ્યુચર સાથેનો કરાર હવે ભૂતકાળ
ફ્યૂચર ગ્રુપ (Future Group)ના સ્વામિત્વ વાળી ફ્યૂચર રિટેલ લિમિટેડે (Future Retail Limited) મંગળવારે જાહેરાત કરી છે કે તેમણે ભારતમાં સ્ટોર ઑપરેટ કરવાની બે વર્ષની યોજના બાદ 7-ઇલેવન સાથે માસ્ટર ફ્રેન્ચાઇઝી એગ્રિમેન્ટ ખતમ કરી દીધું છે. જેના બે દિવસ બાદ RRVL સાથે આ એગ્રિમેન્ટ થયું છે. આ અગ્રેમેન્ટ એ માટે ખતમ કરવામાં આવ્યું, કારણ કે ફ્યૂચર ગ્રુપ નક્કી કરાયેલા સ્ટોર શરૂ કરતું ન હતું અને નક્કી કરેલી ફ્રેન્ચાઇઝી ફી પણ ચૂકવતું ન હતું.