90 વર્ષીય દિગ્ગજ રેવલોન કંપની તેનું દેવું ચૂકવવામાં અસમર્થ, રિલાયન્સ બ્યુટી અને પર્સનલ કેર સેક્ટરમાં મોટો દાવ રમવા માટે તૈયાર
રેવલોન પર માર્ચના મધ્ય સુધીમાં, કંપની પર $3.31 બિલિયનનું દેવું
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ભારત અને એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણી દેવાળિયું ફૂંકાએલી યુએસ કોસ્મેટિક્સ કંપની રેવલોન પર દાવ લગાવી શકે છે. આ તરફ રેવલોને નાદારી માટે અરજી કરી છે. હાલ આ 90 વર્ષીય દિગ્ગજ કંપની તેનું દેવું ચૂકવવામાં અસમર્થ છે. તેમજ સપ્લાય ચેઈન અને ફુગાવાએ તેની હાલત ખરાબ કરી દીધી છે. માર્ચના મધ્ય સુધીમાં, કંપની પર $3.31 બિલિયનનું દેવું હતું. સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે રિલાયન્સ રેવલોન ખરીદવા માટે આગળ આવી શકે છે. રિલાયન્સ બ્યુટી અને પર્સનલ કેર સેક્ટરમાં મોટો દાવ રમવા માટે તૈયાર છે અને રેવલોન આ પ્લાનમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
રેવલોન પર ભારે દેવું છે અને કંપનીએ ચેપ્ટર 11 નાદારી માટે અરજી કરી છે. આ અંતર્ગત કંપની પોતાનો કારોબાર ચાલુ રાખી શકે છે અને સાથે જ દેવું ચૂકવવાની યોજના પણ બનાવી શકે છે. જ્યારે તાજેતરના મહિનાઓમાં મેકઅપ ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે, ત્યારે રેવલોન અન્ય બ્રાન્ડ્સ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. આ લિપસ્ટિક બનાવનારે પોતાનો ધંધો બચાવવા માટે ઉધાર લેનારાઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું.
ન્યૂયોર્ક સ્થિત આ કંપનીની માલિકી અબજોપતિ બિઝનેસમેન રોન પેરેલમેનની કંપની MacAndrews & Forbesની છે. રેવલોન પાસે એલિઝાબેથ આર્ડેન અને એલિઝાબેથ ટેલર સહિત 15 થી વધુ બ્રાન્ડ્સ છે. તેઓ લગભગ 150 દેશોમાં વેચાય છે. રેવલોનની શરૂઆત નેઈલ પોલીશથી થઈ. એ પછી તેણે પાછું વળીને જોયું નથી. 5 નવેમ્બર, 1985ના રોજ, રેવલોન કંપનીને શેર દીઠ $58માં કુલ $2.7 બિલિયનમાં પેન્ટ્રી પ્રાઇડ કંપનીને વેચવામાં આવી હતી.