મુંબઈ પોલીસે રણવીર સિંહની બે કલાક પૂછપરછ કરી, અભિનેતાને અનેક સવાલોનો કરવો પડ્યો સામનો

રણવીર સિંહ, નગ્ન ફોટોશૂટ, મુંબઇ પોલીસ, Ranveer singh, Mumbai Police, Nude Photoshoot, Ranveer singh Photoshoot,

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
બોલિવૂડ એક્ટર રણવીર સિંહે થોડા દિવસો પહેલા એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે આ ફોટોશૂટ કપડાં વગર કરાવ્યું હતું, જેના કારણે તે વિવાદનો ભાગ બની ગયો હતો. રણવીરનું આ ફોટોશૂટ લોકોને બિલકુલ પસંદ ન આવ્યું, જેના કારણે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. મુંબઈ પોલીસે 30 ઓગસ્ટે રણવીર સિંહને તેનું નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા પરંતુ રણવીર સિંહ આજે સવારે 7.30 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમનું નિવેદન નોંધ્યું. લગભગ 2 કલાક સુધી રણવીર સિંહનું નિવેદન નોંધવામાં આવ્યું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીર સિંહ પોતાને નિર્દોષ ગણાવતો હતો. રણવીરે કહ્યું કે તેને ખ્યાલ નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે મુશ્કેલી ઊભી કરશે. તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.

પોલીસે બે વખત સમન્સ મોકલ્યા હતા
ફોટોશૂટ કેસમાં પોલીસ દ્વારા રણવીરને બે વખત બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે પહોંચી શક્યો ન હતો, પરંતુ આજે સવારે રણવીર તેની લીગલ ટીમ સાથે ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને બે કલાક સુધી પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન પોલીસે રણવીરને ઘણા સવાલો પૂછ્યા, ઉદાહરણ તરીકે, ન્યૂડ ફોટોશૂટનો કોન્ટ્રાક્ટ કઈ કંપની સાથે હતો, ફોટોશૂટ ક્યારે અને ક્યાં થયું, શું તમે જાણો છો કે આવા શૂટથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. આગળની તપાસમાં સહકાર આપશે, એમ રણવીર સિંહ અને તેની ટીમે પોલીસને જણાવ્યું હતું.

નગ્ન ફોટોશૂટનો સોશિયલ મીડિયામાં થયો હતો વિરોધ
રણવીર સિંહ એ દિવસોમાં હેડલાઈન્સનો હિસ્સો બની ગયો હતો જ્યારે તેના કપડા વગરના ફોટા સામે આવ્યા હતા. તેણે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું હતું. આ ફોટોશૂટને લઈને લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. ઘણા લોકો રણવીરની તરફેણમાં હતા તો ઘણા તેના ફોટોશૂટ સામે વાંધો ઉઠાવી રહ્યા હતા. રણવીરના આ ફોટોશૂટને લઈને આખું બોલિવૂડ તેની સાથે ઊભું હતું. સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સે તેના ફોટાના વખાણ કર્યા છે.