ફિલ્મને ઓપનિંગ ડે પર માત્ર 3.25 કરોડનો જ બિઝનેસ

રણવીર સિંહ અને શાલિની પાંડે સ્ટારર ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ને બોક્સ ઓફિસ પર પહેલા દિવસે જ મોટો ઝટકો લાગ્યો છે. જોરદાર પ્રમોશન છતાં ફિલ્મ સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી. ફિલ્મને વિવેચકો તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો છે, પરંતુ તેની કમાણી પર તેની કોઈ અસર જોવા મળી નથી. આગામી બે દિવસ ફિલ્મ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઓપનિંગ ડે પર માત્ર 3.25 કરોડનો જ બિઝનેસ
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જયેશભાઈ જોરદારની કમાણીના આંકડા જાહેર કર્યા છે. ફિલ્મે ઓપનિંગ ડે પર શુક્રવારે માત્ર 3.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ કમાણી ફિલ્મ વિશે જે બઝ જોવા મળી રહી છે તે મુજબ નથી. છેલ્લા કેટલાક દિવસોથી રણવીર સિંહ ફિલ્મના પ્રમોશનની તમામ જવાબદારી પોતાના ખભા પર ઉઠાવતો જોવા મળ્યો હતો.

ફિલ્મમાં રણવીરસિંહનું કેવું પાત્ર ?
જયેશભાઈ જોરદાર દિવ્યાંગ ઠક્કરે દિગ્દર્શન કર્યું છે. નિર્દેશક તરીકે આ તેની ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં, રણવીર સિંહ એક સામાન્ય ગુજરાતી વ્યક્તિનું પાત્ર ભજવે છે જે તેની આવનારી બાળકીનો જીવ બચાવવા માટે તેના રૂઢિચુસ્ત પરિવાર સાથે લડી રહ્યો છે. બોમન ઈરાની આ ફિલ્મમાં રણવીરના પિતાના રોલમાં જોવા મળ્યો છે. તેમાં રત્ના પાઠક શાહ પણ છે.

કોરોના બાદ મોટાભાગની હિન્દી ફિલ્મો ફ્લોપ !
નોંધનીય છે કે કોરોના મહામારી બાદ રિલીઝ થયેલી મોટાભાગની હિન્દી ફિલ્મોની શરૂઆત ખરાબ જોવા મળી હતી. હાલમાં જ એટેક, જર્સી અને રનવે 34 જેવી ફિલ્મો પણ ખરાબ રહી હતી. આ ફિલ્મોને પણ પહેલા દિવસે ખૂબ જ નબળી ઓપનિંગ મળી હતી. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શનિવાર અને રવિવારે રજાના કારણે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવી શકે છે.