અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રીરામલલાના અભિષેક બાદ આ પહેલી રામનવમી છે,એટલા માટે આ રામ નવમી વિશેષ અને ઐતિહાસિક છે.

ભગવાન શ્રી રામ આજે બપોરે સૂર્ય તિલક કરવામાં આવશે.
પરંતુ તે પહેલા જ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યામાં રામભક્તો ઉમટી પડ્યા છે.
વહેલી સવારથી જ રામ ભક્તોએ સરયુમાં સ્નાન કરી મંદિર તરફ પ્રયાણ કર્યું હતું.

રામ નવમીના તહેવાર પર રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ કહે છે કે રામ લાલાને છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યો હતો. સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રામ નવમીનો મેળો છે.
ભક્તોમાં ઉત્સાહ છે અને પ્રાર્થના કરી રહ્યા છે અને આજે ભક્તો માટે ખાસ દિવસ છે.
રામ નવમી નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. રામલલાના અભિષેક બાદ પ્રથમ વખત અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે “આજે, શ્રી રામ નવમીના શુભ દિવસે, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલા સરકારનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો”.

પીએમ મોદીએ લખ્યું કે આ પહેલી રામનવમી છે, જ્યારે આપણા રામલલ્લા અયોધ્યાના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા છે. આજે રામનવમીના આ તહેવારમાં અયોધ્યા ભારે આનંદમાં છે.
5 સદીની રાહ જોયા બાદ આજે અયોધ્યામાં આ રીતે રામનવમી ઉજવવાનું સૌભાગ્ય મળ્યું છે. આ દેશવાસીઓની આટલા વર્ષોની કઠોર તપસ્યા, ત્યાગ અને બલિદાનનું પરિણામ છે.
તેઓએ સૌને રામ નવમીના પાવન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી.