નેશનલ કોન્ફરન્સના સાંસદ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું – ભગવાન રામ માત્ર હિન્દુઓના રામ નથી. તે આખા વિશ્વના રામ છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ અયોધ્યામાં ભગવાન રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ભાજપ, સંઘ પરિવાર સહિત હિન્દુ સંગઠનોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ભગવાન રામનું મંદિર ખુલવાની તૈયારીમાં છે. હું તે લોકોનો આભાર માનું છું જેમણે મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો. સાથે-સાથે જ હું તેમને એ પણ કહું છું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના રામ નથી. તે આખા વિશ્વના રામ છે, તે તેમના પુસ્તકોમાં લખાયેલું છે. તેમણે ભાઈચારો, પ્રેમ અને એકબીજાને મદદ કરવાની વાત કરી છે.
અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે ભગવાન રામે ભાઈચારો, પ્રેમ, એકતા અને એકબીજાને મદદ કરવાનો સંદેશ આપ્યો છે.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું, ભગવાન રામે ભાઈચારો, પ્રેમ, એકતા અને એકબીજાને મદદ કરવાનો સંદેશ આપ્યો છે તેને જાળવી રાખીશું.
પ્રભુ શ્રી રામે કોઈપણ ધર્મ કે જાતિના જોયા વગર તમામમાં ભાઈચારો અને મદદનો સંદેશ આપ્યો છે ત્યારે જ્યારે મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે હું દેશના લોકોને કહેવા માંગુ છું કે આપણા દેશમાં ઘટી રહેલા ભાઈચારાને પુનઃજીવિત કરો. હું દરેકને કહેવા માંગુ છું કે દેશમાં આપણે સૌએ ભાઈચારો જાળવવાનો છે.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે આવા સમયે હું તમામ કે જેઓએ મંદિર બનાવવા માટે પ્રયાસો કર્યા છે તેવા દરેકને અને દેશવાસીઓને અભિનંદન આપુ છું અને રામ માત્ર હિન્દુઓના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ભગવાન છે.