વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે બંને મંત્રીઓ તેમના સમકક્ષો સાથે રક્ષા મંત્રી સ્તરની બેઠક અને વિદેશ મંત્રીઓની વ્યૂહાત્મક સંવાદમાં પણ ભાગ લેશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર જાપાનમાં યોજાનારી બીજી 2+2 મંત્રી સ્તરીય મંત્રણા માટે જાપાનની મુલાકાત લેશે. તે 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી જાપાનમાં રહેશે. બંને નેતાઓ ત્યાં તેમના જાપાની સમકક્ષો સાથે વાતચીત કરશે. આ સમય દરમિયાન બંને પક્ષો દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવાના નવા રસ્તાઓ શોધશે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ દિવસોમાં મંગોલિયામાં છે. તેઓ સોમવારે મંગોલિયાની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા. રક્ષા મંત્રી મંગોલિયાથી સીધા જાપાન પહોંચશે.
અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે બંને મંત્રીઓ તેમના સમકક્ષો સાથે રક્ષા મંત્રી સ્તરની બેઠક અને વિદેશ મંત્રીઓની વ્યૂહાત્મક સંવાદમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ જાપાનના રક્ષા મંત્રી યાસુકાઝુ હમાદા અને વિદેશ મંત્રી યોશિમાસા હયાશી સાથે વાતચીત કરશે.
કિશિદાએ 3,20,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી
આ પહેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા ભારત-જાપાન સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવ્યા હતા. લગભગ પાંચ મહિના પછી ‘ટુ પ્લસ ટુ’ ડાયલોગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીમાં સમિટ દરમિયાન, કિશિદાએ આગામી પાંચ વર્ષમાં ભારતમાં રૂ. 3,20,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. ભારતે 2019માં જાપાન સાથે ‘ટુ પ્લસ ટુ’ સંવાદ શરૂ કર્યો હતો. ભારત કેટલાક દેશો સાથે ‘ટુ પ્લસ ટુ’ સંવાદ પણ કરે છે જેમાં યુએસ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને રશિયાનો સમાવેશ થાય છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામ કરશે
બીજી તરફ, ભારત-ઓસ્ટ્રેલિયા લીડરશીપ ડાયલોગ 2022માં વિદેશ મંત્રી એસ. જયશંકર જોડાયા હતા. તેમણે કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વૈશ્વિક કોમોડિટીની અછતને દ્વિપક્ષીય રીતે સંબોધશે અને મોટા ફોર્મેટમાં સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું, ઓસ્ટ્રેલિયા ભારતના ઈન્ડો-પેસિફિક ઓશન ઈનિશિએટિવ (IPOI)નું મજબૂત સમર્થક રહ્યું છે.