મુંબઈમાં ચર્ચાનો વિષય બનેલા પોર્ન રેકેટ કેસમાં હવે ED દ્વારા મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ગયા વર્ષે મુંબઈમાં ચર્ચાનો વિષય બનેલા પોર્ન રેકેટ કેસમાં હવે ED દ્વારા મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. ED સૂત્રોએ જણાવ્યું કે EDએ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
જણાવી દઈએ કે વર્ષ 2021માં રાજ કુન્દ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા પર આરોપ છે કે ફેબ્રુઆરી 2019માં કુન્દ્રાએ આર્મ્સ પ્રાઇમ મીડિયા લિમિટેડ નામની કંપની બનાવી હતી અને હોટશોટ્સ નામની એપ વિકસાવી હતી. આ હોટશોટ્સ એપ રાજ કુન્દ્રાએ યુકે સ્થિત ફર્મ કેનરીનને 25 હજાર ડોલરમાં વેચી હતી. આ કંપનીના સીઈઓ પ્રદીપ બક્ષી છે જે રાજ કુન્દ્રાના સાળા છે.