ગ્રીસ ખાતે આયોજિત ટૂર્નામેન્ટમાં વિશ્વના 16 દેશોના 32 ખેલાડીઓ લીધો હતો ભાગ

રાયના અજય પટેલે 7/9 સ્કોર કરીને ભારત માટે વર્લ્ડ સ્કૂલ અંડર 7 ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. રાયના માત્ર બે પોઇન્ટ્સથી ગોલ્ડ મેડલ ચૂકી ગઇ હતી.
વિજેતા – ત્સોગ્ટગેરેલ ગેરેલ્ટ-ઓયુ (MGL) અને રીના કિન્ઝ્યાબુલાટોવાએ અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર આઠ ભારતીયોમાંથી રાયનાએ જ મેડલ હાંસલ કરવામાં સફળતા મેળવી હતી.

રાયનાએ અમદાવાદ જીલ્લા અને ગુજરાત રાજ્ય અંડર-7 ગર્લ્સ ચેમ્પિયનશીપ એક માસ પહેલાં જીતી હતી અને તે પહેલા શ્રીલંકામાં આયોજિત એશિયન સ્કૂલમાં ભારત માટે બે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. મે 2022 બાદ રાયનાએ 24મી ટૂર્નામેન્ટમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. છેલ્લા 11 મહિનામાં 24 ટૂર્નામેન્ટમાં 128 ગેમ્સ રમી ચૂકી છે. છતાં છેલ્લા એક મહિનામાં તેનું યાદગાર ફોર્મ ભારત માટે ચેસ ક્ષેત્રે ઉજ્વળ ભવિષ્યનો પૂરાવો આપે છે. વર્લ્ડ સ્કૂલ અંડર 7 કેટેગરીમાં વિશ્વના 16 દેશોમાંથી કુલ 32 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેનું આયોજન ગ્રીસ ખાતે કરવામાં આવ્યું હતું.