ઓસ્ટ્રેલિયામાં લૂંટના ઈરાદે હુમલાખોરે 28 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને મોઢા, છાતી અને પેટના ભાગે છરીના 11 ઘા માર્યા

ઓસ્ટ્રેલિયા, સિડની, ભારતીય વિદ્યાર્થી, Australia, Sydney, INdian Student Attacked, Student Stabbed, Shubham Garg,

ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થી વંશીય હિંસાનો શિકાર બન્યો છે. આ હુમલામાં તેના પર છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે. હુમલાખોરે વિદ્યાર્થીને છરી વડે મારામારી કરી હતી, જેમાં તેને છરીના 11 ઘા મારવામાં આ્યા છે. જ્યાં હવે તેની હાલત ગંભીર જણાવાઇ રહી છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ ઘટના 6 ઓક્ટોબરે રાત્રે લગભગ 10:30 વાગ્યે બની હતી, જ્યારે શુભમ ગર્ગ પેસિફિક હાઈવે પર ચાલી રહ્યો હતો.

ડેઇલી ટેલિગ્રાફ અખબારે અહેવાલ આપ્યો છે કે 27 વર્ષીય ડેનિયલ નોરવુડની પોલીસે ધરપકડ કરી છે અને તેના પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે. અખબાર અનુસાર, ડેનિયલના ઘરેથી ઘણી વસ્તુઓ મળી આવી છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. હવે ભારતીય વિદેશ મંત્રાલયે પણ ઘટનાની નોંધ લીધી છે અને પરિવારના સંપર્કમાં હોવાનું જણાવ્યું છે.

પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગર્ગને ચહેરા, છાતી અને પેટમાં ઘણી વખત છરા મારવામાં આવ્યા હતા. તેણે નજીકના ઘરમાં રહેતા લોકોની મદદ માંગી, ત્યારબાદ તેને રોયલ નોર્થ શોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ગર્ગની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. તેમની હાલત ગંભીર છે પરંતુ સ્થિર છે.” પેસિફિક હાઈવે લેન કોવ પાસે એક અજાણ્યો વ્યક્તિ [ડેનિયલ ભારતીય વિદ્યાર્થી ગર્ગ પાસે આવ્યો અને પૈસાની માંગણી કરતા કથિત રીતે તેને ધમકાવવા લાગ્યો હતો. ભારતીય વિદ્યાર્થીએ યુવકને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ હુમલાખોરે તેના પર ચાકુથી અનેક વાર કર્યા અને પછી ભાગી ગયો હતો.

અહેવાલો અનુસાર, આરોપીને સોમવારે હોર્ન્સબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેણે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. શુભમે આઇઆઇટી મદ્રાસમાંથી બેચલર ઓફ ટેક્નોલોજી અને માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી પૂર્ણ કરી અને 1 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા ગયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર શુભમના ચહેરા, છાતી અને પેટ પર ઘણા ઘા છે. શુભમના પિતા રામનિવાસ ગર્ગે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં શુભમના મિત્રોએ પુષ્ટિ કરી છે કે તે કે શુભમ હુમલાખોરને ઓળખતા ન હતા. આ વંશીય હુમલો હોવાનું જણાય છે. અમે ભારત સરકારને મદદ કરવા વિનંતી કરીએ છીએ.