ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે તેઓ અઝરબૈજાન સરહદી વિસ્તારથી પરત ફરી રહ્યા હતા અને તેમના કાફલામાં કુલ 3 હેલિકોપ્ટર હતા, બાકીના 2 હેલિકોપ્ટર સલામત છે, પરંતુ
રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર સારી કંડીશનમાં હોવા છતાં દુર્ઘટનાનો શિકાર કેમ બન્યું તે અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ બધા વચ્ચે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટના ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ચાલી રહેલા યુદ્ધ દરમિયાન બની હોય તેને ઈઝરાયેલ સાથે પણ જોડવામાં આવી રહી છે.
■ઈઝરાયેલ પર આ માટે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વાસ્તવમાં, ઇઝરાયેલ ઘણીવાર વિદેશી ધરતી પર તેના દુશ્મનોને મારી નાખવાનું કાવતરું કરે છે અને ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ આવા ઓપરેશન કરે છે.
અઝરબૈજાન અને ઈઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધો પણ ખૂબ જ મજબૂત છે.
2012 માં, ધ લંડન ટાઈમ્સ અખબારમાં પ્રકાશિત થયેલા એક લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોસાદ ઈરાન પર નજર રાખવા માટે અઝરબૈજાનની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે.
એક હકીકત એ પણ કહેવામાં આવી છે કે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સ અઝરબૈજાનમાં ઈઝરાયલી એજન્ટો કરતાં વધુ સક્રિય છે.
અઝરબૈજાન અને ઈરાન વચ્ચે સમયાંતરે તણાવનું મુખ્ય કારણ ઈઝરાયેલ પણ રહ્યું છે.
■જો ઇઝરાયેલ તેમાં સામેલ થશે તો તેના પરિણામો સારા નહીં આવે:હિઝબુલ્લા
જો આ હુમલામાં ઈઝરાયેલનો હાથ જોવા મળે છે તો અઝરબૈજાન અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી બગડી શકે છે,હિઝબુલ્લાએ ધમકી આપી છે કે જો ઈઝરાયેલની આ મામલામાં સંડોવાવણી જોવા મળશે તો તેના પરિણામો સારા નહીં આવે. આ વિસ્તારમાં તણાવ વધુ વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આવું થશે તો વિશ્વને વધુ એક યુદ્ધનો સામનો કરવો પડશે, જેના કારણે ક્રૂડ ઓઈલ અને સોનું જેવા ઉત્પાદનો મોંઘા થઈ શકે છે.
■ઇબ્રાહીમ રઈસી કોણ હતા?જાણો
મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીને ઈરાનના કટ્ટરપંથી નેતા અને દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ અલી ખમેનેઈના નજીક માનવામાં આવે છે.
તેઓએ વર્ષ 2021માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી.
ઇબ્રાહીમ રઈસીનો જન્મ વર્ષ 1960માં ઈરાનના બીજા નંબરના સૌથી મોટા શહેર મશહદમાં થયો હતો. શિયા મુસ્લિમો માટે સૌથી પવિત્ર માનવામાં આવતી મસ્જિદ પણ આ શહેરમાં જ આવેલી છે.
રઈસીના પિતા એક મૌલવી હતા. રઈસીએ માત્ર પાંચ વર્ષની ઉંમરે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી.
ઇબ્રાહીમ રઈસી શિયા પરંપરા મુજબ હંમેશાં કાળી પાઘડી પહેરતા હતા જે દર્શાવે છે કે તેઓ મહંમદ પગમ્બરના વંશજ છે.
તેમણે પણ તેમના પિતાની જેમ 15 વર્ષની ઉંમરે જ કોમ શહેરમાં આવેલી એક શિયા સંસ્થામાં અભ્યાસ શરૂ કર્યો હતો.
તેમણે પોતાના વિદ્યાર્થીજીવન દરમિયાન પશ્ચિમ દેશો દ્વારા સમર્થિત મહંમદ રેઝા શાહની વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો ત્યાર બાદ અયાતોલ્લા રૂહોલ્લા ખોમૈનીએ ઇસ્લામિક ક્રાંતિ થકી વર્ષ 1979માં શાહને સત્તામાંથી હટાવી દીધા હતા.
તેઓ કટ્ટરપંથી વિચારો ધરાવતા હતા.
આમ,હાલમાં આ ઘટનામાં હવે ક્યાંક ઇઝરાયલનો હાથતો નથીને? તેવી શંકાઓ ઉઠતા હોબાળો મચ્યો છે ત્યારે આગામી સમયમાં આ ઘટના અંગે શુ બહાર આવે છે તેતો સમયજ બતાવશે.