દિલ્હીના સીએમ કેજરીવાલ હાલ EDની કસ્ટડીમાં છે ત્યારે તેઓની સુરક્ષા મામલે સવાલો ઉઠી રહયા છે.
દિલ્હીના મંત્રી આતિશીએ સીએમ કેજરીવાલની સુરક્ષાને લઈને એક્સમાં પોસ્ટ કરી લખ્યું છે કે દેશની રાજધાનીમાં પ્રથમવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી કેજરીવાલ Z+ સુરક્ષા કવચ ધરાવે છે પણ હવે તેઓ કેન્દ્ર સરકારની EDની કસ્ટડીમાં હોય અમે તેમની સુરક્ષાને લઈને ખૂબજ ચિંતિત છીએ.
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પૂછ્યું છે કે શું કેન્દ્ર સરકારની ED પોતાની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલને સુરક્ષા આપી રહી છે? તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તેનો જવાબ આપવો પડશે કે અરવિંદ કેજરીવાલની સુરક્ષાની જવાબદારી કોની રહેશે?
આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી હોય. આ ભાજપની ચાલ છે અને આ કેસમાં હજુ સુધી કોઈ પુરાવા પણ મળ્યા નથી અને આમ આદમી પાર્ટીને કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પહેલા એક્સ પર પોસ્ટ શેર કરતા આતિશીએ લખ્યું હતું કે, ‘અમે દિલ્હીના સીએમની ધરપકડ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
અમે ઇડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે ED ટીમને અરવિંદ કેજરીવાલના ઘરેથી કોઈ પુરાવા મળ્યા નથી. આ અલોકતાંત્રિક છે અને ચૂંટણી પહેલા આ કરવામાં આવી રહ્યું છે, દિલ્હીના લોકો ચૂપ નહીં રહે.