ઇજાગ્રસ્ત પોલીસ અધિકારી કિલી બ્રોઘે ઘટનામાં મૃત્યુ સામે આવતા પ્રિયજનોને ‘ગુડબાય’નો મેસેજ કર્યો
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. બ્રિસબેન
ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડના વેમ્બિલામાં થયેલા શૂટઆઉટની એક હૃદયદ્રાવક કહાની બહાર આવી છે. આ શૂટઆઉટમાં બે યુવા પોલીસ અધિકારીઓના મોત થયા હતા જ્યારે બે અધિકારીઓ ઘાયલ થયા હતા. હવે આ શૂટઆઉટની એક એવી કહાની વડાપ્રધાન એન્થની અલ્બેનીઝે જણાવી છે જેનાથી તમામના દિલ હચમચી ઉઠશે.
અલ્બેનીઝે આજે આ ઘટનાને “હિંસા અને રક્તપાતનું કૃત્ય” તરીકે વર્ણવ્યું હતું કારણ કે તેમણે આજે સવારે સંસદ ભવનમાં એક સંબોધન દરમિયાન વેમ્બિલા ગોળીબારની વધુ વિગતો જાહેર કરી હતી. અલ્બેનીઝે ગૃહને કહ્યું કે કોન્સ્ટેબલ કિલી બ્રૉઘે ધાર્યું હતું કે તેણી મરી જશે, કાં તો “તેના પીછો કરનારાઓ” દ્વારા ગોળી મારવામાં આવશે અથવા જીવતી સળગાવી દેવામાં આવશે, હત્યારાઓએ “તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતા કિલી જ્યાં છુપાયા હતા તે ઘાસને સળગાવી દીધું હતું. આ દરમિયાન કિલીને લાગ્યું કે તે હવે બચી શકે તેમ નથી ત્યારે તેણે પોતાના પ્રિયજનોને ‘ગુડબાય’ કહેતો મેસેજ કર્યો હતો.
અલ્બેનીઝે જણાવ્યું હતું કે તેણીએ પોતાના સહકર્મીઓ પાસે પણ મદદ માગી હતી. આ દરમિયાન તેને જ્યારે લાગ્યું કે તે હવે નહીં બચી શકે ત્યારે તેણે આ મેસેજ કર્યો હતો. જોકે સદનસીબે તેણે પોતાના ચપળતા છોડી નહતી અને પોતાના સહકર્મીઓની ચિંતા કરી હતી.
અન્ય ઘાયલ પોલીસ કર્મચારી સર્જરી બાદ સ્ટેબલ
બીજી તરફ કોન્સ્ટેબલ રેન્ડલ કિર્કને ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો પરંતુ વ્યાપક સર્જરી બાદ તે સાજો થઈ રહ્યો છે. વડાપ્રધાને શોક પ્રસ્તાવમાં તેમણે કોન્સ્ટેબલ રશેલ મેકક્રો, કોન્સ્ટેબલ મેથ્યુ આર્નોલ્ડ અને એલન ડેરના મૃત્યુ પર “ઊંડો ખેદ” વ્યક્ત કર્યો હતો. ચારેય પોલીસ અધિકારીઓ ટારા પોલીસ સ્ટેશનમાં કામ કરતા હતા અને તેમને ખ્યાલ નહતો કે આજે જે સામાન્ય તપાસમાં જઇ રહ્યા છે તે જીવલેણ સાબિત થશે. ઘટનાસ્થળેથી આરોપીઓના એન્કાઉન્ટર બાદ મોટી માત્રામાં હથિયારો મળ્યા છે.
અલ્બેનીઝે જણાવ્યું હતું કે પાડોશી એલન ડેર પ્રોપર્ટીના આગળના દરવાજા પર ગયા હતા, “હંમેશા મદદ કરવાની ઓસ્ટ્રેલિયન લાગણી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જીવની પરવાહ ન કરી અને મદદને જ પ્રાધાન્ય આપ્યું હતું.