ક્વિન્સલેન્ડ મરુન્સનો રોમાંચક મેચમાં 24-18થી વિજય

સ્ટેટ ઓફ ઓરિજીન 2023માં ક્વિન્સલેન્ડ મરુન્સે અત્યંત રોમાંચક અને વિવાદાસ્પદ મેચમાં ન્યુ સાઉથ વેલ્સ બ્લૂને હાર આપી છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી મેચમાં અંતિમ ક્ષણોમાં ક્વિન્સલેન્ડ મરુન્સ બે પોઇન્ટથી પાછળ હતું, જોકે અંતિમ બે પ્રયત્નોને પોઇન્ટ્સમાં પરિવર્તિત કરીને ન્યુ સાઉથ વેલ્સ બ્લૂને ઝટકો આપ્યો હતો. આમ મેચમાં ક્વિન્સલેન્ડ મરુન્સ 26-18થી જીતી ગયું હતું.

જ્યારે ફ્રન્ટ-રોઅર થોમસ ફ્લેગલરને રેફરી એશ્લે ક્લેઈન દ્વારા સિન બિનમાં મોકલવામાં આવ્યો ત્યારે વ્હિસલબ્લોઅરે શોલ્ડર ચાર્જ ગણાવ્યો ત્યારે મરૂન્સ એક ખેલાડીને ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે ત્યારબાદ તાબુઆઇ ફિડો ન્યુ સાઉથ વેલ્સ બ્લૂના ડિફેન્સમાં ઘૂસવામાં સફળ રહ્યો હતો અને તેણે ક્વિન્સલેન્ડને મહત્વપૂર્ણ અને નિર્ણાયક સરસાઇ અપાવી હતી.