QUAD દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષોની પ્રથમ ઈન-પર્સન બેઠક

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
અમેરિકામાં થોડા થોડીવારમાં ક્વૉડ(QUAD) દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષોની પ્રથમ ઈન-પર્સન બેઠક વ્હાઈટ હાઉસમાં ચાલી રહી છે.પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ વખત ક્વૉડની ઈન-પર્સન બેઠક બોલાવવા બદલ બાઈડનનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમારા વેક્સિન ઈનિશિએટીવ ઈન્ડો-પેસિફિક દેશોને મોટી મદદ કરશે.

તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે ક્વૉડ ગ્રુપ વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન, જાપાનના વડાપ્રધાન યેશિહિદે સુગા તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનનું અભિવાદન કર્યું. તેમણે કહ્યું કે ચારેય દેશ ભારત-પ્રશાંત ક્ષેત્રની મદદ માટે વર્ષ 2004માં સુનામી બાદ આજે પ્રથમ વખત મળ્યા છે. આજે વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. માટે ચારેય દેશ આજે ફરી એક વખત માનવતાના કલ્યાણ માટે ક્વૉડ સ્વરૃપમાં સાથે આવ્યા છીએ.