બે નવા રૂટ ડિસેમ્બરમાં દર અઠવાડિયે ત્રણથી ચાર એરબસ A330 ફ્લાઇટ સાથે શરૂ થશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
Qantas એરલાઇન્સ ભારતમાં પોતાની ક્ષમતાને વધારવા માગે છે આથી જ ગત મહિને મેલબોર્નથી દિલ્હીની સીધી ઉડાન શરૂ કરવાનું એલાન કર્યું હતું ત્યાં જ હવે સિડનીથી નવી દિલ્હી ફ્લાઇટની જાહેરાત કંપનીએ કરી છે.
Qantas એ લગભગ એક દાયકાથી ભારતમાં સીધી કોમર્સિયલ ફ્લાઇટ્સ ઉડાવી નથી, તેના બદલે સિંગાપોર થઇને ભારતની ઉડાન અત્યાર સુધી સેવામાં રાખી હતી. જોકે હવે તેના કોડશેર પાર્ટનર જેટ એરવેઝ સાથેના સંબંધો 2019ની નાદારી બાદ પૂર્ણ થઇ જતાં Qantas એ સીધી ફ્લાઇટનું એલાન કર્યું છે.
દિલ્હીથી સિડની અને મેલબોર્નની ફ્લાઇટ્સ નોન-સ્ટોપ હશે, કંપની કહે છે કે સિડની-દિલ્હી અને મેલબોર્ન-દિલ્હી ફ્લાઇટને એડિલેડ ખાતે સ્ટોપઓવરનો સમાવેશ થશે. એરલાઈને અગાઉ જાહેરાત કરી હતી કે ડાર્વિન સિડની-દિલ્હી ફ્લાઈટ્સ માટે સ્ટોપઓવર હશે અને કહે છે કે તે “ડાર્વિનથી દિલ્હી સુધીના બુકિંગને ફરીથી ગોઠવવા ગ્રાહકો સાથે ચર્ચા આરંભી હતી.” યાત્રીઓ Qantas Airbus A330 પર ઉડાન ભરશે, જેમાં 28 લાઇ-ફ્લેટ બિઝનેસ ક્લાસ સીટો અને 269 ઇકોનોમી સીટ છે.
સિડની-દિલ્હી QF67 ફ્લાઇટ્સ 6 ડિસેમ્બરે અઠવાડિયાના પ્રારંભિક ત્રણ દિવસ – સોમવાર, ગુરુવાર અને શનિવારથી શરૂ થશે, જે દિલ્હીમાં 3.35pmએ પહોંચશે. જે સવારે 6.05 કલાકે વાગ્યે સિડનીથી ઉપડશે. તો આ તરફ QF68 રિટર્ન લેગ સાંજે 6 વાગ્યે દિલ્હીથી નીકળશે અને બીજા દિવસે સવારે 11.45 વાગ્યે સીધી જ સિડની પહોંચશે. ઉલ્લેખનીય છે કે Qantas 3 જાન્યુઆરીથી સિડની-દિલ્હી રૂટને દૈનિક સેવામાં વધારો કરવાની યોજના ધરાવે છે. Qantasની મેલબોર્ન-દિલ્હી સેવા 22 ડિસેમ્બરે શરૂ થશે, જે સમગ્ર વર્ષમાં અઠવાડિયામાં ચાર વખત ચાલશે.