કોરોનાકાળ બાદ કેટલીક ફ્લાઇટ્સમાં શરૂ થયેલો નિર્ણય હવે વધુ કેટલીક ફ્લાઇટ્સ સુધી પહોંચ્યો છે.
જેસ્ટ સ્ટાર અને વર્જીન એરલાઇન્સ વેજીટેરિયન વિકલ્પ ચાલુ રાખશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓસ્ટ્રેલિયાની Qantas એરલાઇન્સે કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર શાકાહારી ભોજન ઓફર કરવાનું બંધ કર્યું છે. એરલાઈને આજે પુષ્ટિ કરી છે કે સાડા ત્રણ કલાકની અંદરની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર મુસાફરો પાસે માત્ર એક જ ભોજનનો વિકલ્પ હશે, જેમ કે ચિકન પાઈ અથવા ઝુચીની અને ઓનિયન ફ્રીટાટા. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન જૂન 2020 માં કેટલીક સ્થાનિક ફ્લાઇટ્સ પર ભોજનનો ઓછો વિકલ્પ શરૂ થયો હતો. જેને હવે વધુ આગળ લઇ જવાનો એરલાઇન્સ દ્વારા નિર્ણય કરાયો છે.
એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “કોવિડ દરમિયાન અમે અમારા ક્રૂ માટે સર્વિસ ડિલિવરી સરળ બનાવવા માટે ઓનબોર્ડ ફૂડ અને સર્વિસ ઑફરિંગમાં કેટલાક ફેરફારો કર્યા હતા. અમે હવે અમારી ટૂંકી ફ્લાઇટ પર ફ્લાઇટ દીઠ એક જ ભોજન/નાસ્તાનો વિકલ્પ ઓફર કરીએ છીએ, જેમ કે ચિકન પાઇ અથવા ઝુચીની અને ઓનિયન ફ્રિટાટા. “જો કોઈ ચોક્કસ ફ્લાઇટનો વિકલ્પ શાકાહારીઓ માટે યોગ્ય ન હોય, તો અમે શાકાહારી હોય તેવા નાનકડા મીઠા કે સ્વાદિષ્ટ નાસ્તાનો વિકલ્પ આપવાનો પ્રયાસ કરીએ છીએ.”
કોશર અને અન્ય ખાસ મીલ પણ બંધ કરાશે
Qantas ટૂંકા ડોમેસ્ટિક રૂટ પર કોશર અને અન્ય વિશેષ ભોજન પીરસવાનું પણ બંધ કરશે. પરંતુ ગ્રાહકો હજુ પણ લાંબી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં વેગન, ગ્લૂટેન ફ્રી અથવા ડેરી ફ્રી ઓપ્શન પસંદ કરી શકે છે. જોકે આ તરફ જેટસ્ટાર અને વર્જિન તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર વેજીટેરિયન ઓફર કરવાનું ચાલુ રાખશે. Qantaએ સ્વીકાર્યું છે કે કંપનીએ પાછલા મહિનાઓમાં ફ્લાઇટમાં વિલંબ, કેન્સલેશન અને ખોવાયેલા સામાનમાં ઘટાડો નોંધાયા બાદ એરલાઇનને મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.