કન્તાસ એરલાઇન્સના વર્કર્સ મેલબોર્ન એરપોર્ટ પરના લગેજ ટ્રેક પર બેગોને પછાડતો વીડિયો વાઇરલ થયો છે, મુસાફરોમાં ભારે રોષ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
સામાનના હેન્ડલરો જાણ્યા જોયા વિનાજ એરપોર્ટ પર બેગોને પછાડી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે તેઓ બેગને મેલબોર્ન કેરોયુઝલ પર પછાડી રહ્યા છે. ટિકટોકનો આ વીડિયો હાલ તો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓસ્ટ્રેલિયામાં ધુમ મચાવી રહ્યો છે. મેલબોર્ન એરપોર્ટ પર કેરોયુઝલ પર બેગેજ હેન્ડલર્સ ભારે ગુસ્સા સાથે બેગેજને પછાડી રહ્યા છે અને આ કન્તાસ એરલાઇન્સના પેસેન્જર્સનો સામાન ઉઠાવી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ થાય છે. બે માણસો, જેમને ખબર નથી કે તેઓનું ફિલ્માંકન કરવામાં આવી રહ્યું છે, તેઓ બેગેજ ક્લેમ વિસ્તારની પાછળના કન્વેયર બેલ્ટ પર ગુસ્સા સાથે બેગો પછાડી રહ્યા છે. એરલાઇન્સે સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસના પણ આદેશ આપ્યા છે. એક મુસાફરે કહ્યું હતું આ “ખરેખર અપમાનજનક” હતું.
એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોન્ટ્રેક્ટેડ ગ્રાઉન્ડ હેન્ડલર તાત્કાલિક તપાસ કરવામાં આવશે. ” ઘણીવાર એરલાઇન્સ કર્મચારીઓનું આવી વર્તણૂંકની તમને જાણ પણ હોતી નથી અને જ્યારે ઘરે જઇને તેની જાણ થાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે અને કોઇ તેનો ક્લેઇમ પણ પાસ કરતું નથી. જોકે આ વીડિયોએ એરપોર્ટ પર સામાનની સાથે કેવો વ્યવહાર થાય છે તેની પોલ ખોલી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલ તો લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.