રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઈ ઈરાદો નથી- પુતિન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
યુક્રેન-રશિયા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું કે યુક્રેનની સેનાએ પોતાના શસ્ત્રો નીચે મુકવા જોઈએ. એએફપી અનુસાર, પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીનો આદેશ આપતા કહ્યું કે રશિયાનો તેના પર કબજો કરવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ જો કોઈ બાહ્ય ખતરો હશે તો તેનો તરત જ જવાબ આપવામાં આવશે. આ સાથે રશિયાએ યુક્રેનની સરહદ પાસે લગભગ 2 લાખ સૈનિકો તૈનાત કર્યા છે.

https://twitter.com/NewsReaderYT/status/1496685573435711489?t=Tqm03Lk_z4tprgWve9ZpCQ&s=19
https://twitter.com/AmiraliShokoohi/status/1496697760107671554?t=g_Nwpn19T7MJTfmQ2Vlq4w&s=19

કટોકટી વચ્ચે, યુક્રેને બુધવારે દેશવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર કરી. યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) હાલમાં યુક્રેન સંકટને લઈને યુક્રેન પર ઈમરજન્સી સત્ર યોજી રહી છે. આ અઠવાડિયે બીજી વખત બનશે જ્યારે યુએન સિક્યુરિટી કાઉન્સિલ યુક્રેન પર ચર્ચા કરવા માટે બેઠક કરી રહી છે.

રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને તેમના દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યા પછી યુક્રેને બુધવારે દેશવ્યાપી ઈમર્જન્સીની સ્થિતિ જાહેર કરી છે. આ દરમિયાન પશ્ચિમી દેશોએ રશિયા સામે અનેક પ્રતિબંધોની જાહેરાત કરી અને મોસ્કોએ યુક્રેનમાંથી તેના દૂતાવાસની જગ્યા ખાલી કરી અને રાજદ્વારી કર્મચારીઓને બહાર કાઢી લીધા છે.