ભારત સાથેના તણાવમાં વધારો થયા બાદ પંજાબી યુવાનોમાં કેનેડા પ્રત્યે મોહભંગ થવા લાગ્યા છે
પંજાબી યુવાનો ભારત પરત ફરતા કેનેડિયન પીઆર (નાગરિકતા)પરત ખેંચી રહ્યા છે,પીઆર એવા લોકોને જારી કરવામાં આવે છે જેઓ મૂળ અન્ય દેશોના નાગરિકો છે પરંતુ કેનેડાના કાયમી રહેવાસી બનવા માગે છે.
કેનેડિયન પીઆર વ્યક્તિને મોટાભાગના સામાજિક અને આરોગ્ય સંભાળ લાભોનો લાભ લેવાની મંજૂરી આપે છે જેના માટે કેનેડિયન નાગરિકો હકદાર છે,જે પંજાબી યુવાનો છોડી રહયા છે.
ભારત સાથેના તણાવમાં વધારો થયા પછી પંજાબી યુવાનો ભારત પરત આવી રહયા છે.
સરકારી આંકડા દર્શાવે છે કે છેલ્લા 6 મહિનામાં 42 હજાર પંજાબીઓ ભારત પરત ફર્યા છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડામાં સર્જાયેલી તંગ પરિસ્થિતિની અસર હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સૌથી વધુ અસર તે સમુદાય પર પડી છે, જે વિદેશમાં સ્થાયી થવા માટે જાણીતા છે, ખાસ કરીને કેનેડામાં. હવે પંજાબીઓનો કેનેડા પ્રત્યે મોહભંગ થઈ રહ્યો છે અને તેનું પરિણામ એ છે કે છેલ્લા 6 મહિનામાં 42 હજાર પંજાબીઓ કેનેડાની પીઆર છોડીને ભારત પાછા ફર્યા છે. જો કે, આ સિવાય અન્ય બીજા કેટલાક અન્ય કારણો પણ છે.
તા.18 જૂન, 2023ના રોજ કેનેડામાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તે પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો મહિનાઓ સુધી બગડ્યા હતા. તેની પાછળનું કારણ કેનેડા દ્વારા નિજ્જરની હત્યા માટે ભારત સરકારની રણનીતિને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ હતો. સ્થિતિ એટલી હદે પહોંચી ગઈ હતી કે બંને દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને બિઝનેસ ટ્રાન્ઝેક્શનને અસર થઈ હતી. જો કે, વિશ્વ મંચ પર ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો શિકાર બન્યા બાદ કેનેડા હવે પોતાનું વલણ નરમ કરતું જોવા મળી રહ્યું છે. આ હોવા છતાં, કેનેડા હવે તે વસ્તુ નથી જેના માટે પંજાબીઓ મોટી સંખ્યામાં ત્યાં જતા હતા.
આંકડાઓની વાત કરીએ તો, વર્ષ 2022માં આ સંખ્યા 93,818 હતી, જ્યારે ચાલુ વર્ષ 2023ના પ્રથમ 6 મહિનામાં 42 હજાર લોકોએ કેનેડાની તેમની કાયમી નાગરિકતા (PR) છોડી દીધી છે. કેનેડા સરકારના ઇમિગ્રેશન વિભાગ દ્વારા પણ આની ચકાસણી કરવામાં આવી છે. વિભાગીય ડેટા અનુસાર, 2021 ની શરૂઆતમાં 85,927 લોકોએ કેનેડા છોડી દીધું, જેમાંથી મોટી સંખ્યામાં પંજાબીઓ હતા. હવે જ્યાં સુધી પરિસ્થિતિમાં આ બદલાવ પાછળના કારણની વાત છે, તો બધા જાણે છે કે કેનેડામાં છેલ્લા કેટલાક મહિનાઓથી માહોલ સારો નથી.
પંજાબના લોકો કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા સતત ભારત વિરોધી ગતિવિધિઓથી પરેશાન છે.
બીજી તરફ કેનેડામાં મોંઘવારી, વધતા ભાડા અને મોંઘી જીવનશૈલી છે.
ઉપરાંત ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓ અને ખતરનાક ગુંડાઓને આશ્રય આપવાને કારણે કેનેડામાં ગુનાખોરીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે પરિણામે કેનેડામાં બિઝનેસમેન એન્ડી ડુંગાના શોરૂમમાં ખંડણી માટે ફાયરિંગ, રિપુદમન સિંહની હત્યા, આતંકવાદી હરદીપ નિઝારની હત્યા, સુખા દુનાકેની હત્યા, ગિપ્પી ગ્રેવાલના ઘરે ફાયરિંગ જેવી ઘટનાઓને કારણે ત્યાંનું વાતાવરણ બગડી ગયું છે પરિણામે કેનેડામાં ધંધો-નોકરી વગેરેમાં પણ અડચણો વધતા કેનેડામાં રહેવું યોગ્ય નહિ લાગતા હવે યુવાનો કેનેડા છોડી રહયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.