ભારતમાં પણ હવે વિદેશની જેમ ટ્રેન જોવા મળી રહી છે અને જુનવાણી ટ્રેન ગાયબ થવા લાગી લાગી છે.
ફોરેન જેવી મેટ્રો તેમજ બુલેટ ટ્રેન જેવી આધુનિક ફાસ્ટ ટ્રેનના હવે નવા મોડલ પાટા ઉપર દોડતા મોદી સરકારમાં જોવા મળી રહયા છે.
દેશમાં લોકોને હવે સેમી હાઈ સ્પીડ ટ્રેન ખૂબ પસંદ આવી રહી છે ત્યારે લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે, દેશને વધુ 6 વંદે ભારત મળવા જઈ રહી છે.
આગામી તા.30 ડિસેમ્બરથી વધુ છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મોદીજી લીલીઝંડી આપશે.
વંદે ભારતમાં ઓક્યુપન્સી રેટ 100 ટકા અથવા તેનાથી પણ વધુ નજીક જઈ રહ્યો છે.
રેલવે મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે છ વંદે ભારત એક્સપ્રેસના રૂટ નક્કી છે. તેમાં દિલ્હીથી કટરા, દિલ્હીથી અયોધ્યા વાયા લખનૌ, દિલ્હીથી ચંદીગઢ, બેંગલુરુથી કોઈમ્બતુર, મેંગ્લોરથી ગોવા વંદે ભારતનો સમાવેશ થાય છે.
તા.30 ડિસેમ્બરે વડાપ્રધાન અયોધ્યાથી આ તમામ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. બનારસ પછી બીજું શહેર કટરા હશે જ્યાંથી બે વંદે ભારત ટ્રેન દોડશે. અહીંથી સવારે અને સાંજે એમ કુલ બે રૂટ હશે.
હાલમાં વંદે ભારત એક્સપ્રેસ ઉત્તર-પૂર્વના રાજ્યોને બાદ કરતાં લગભગ તમામ રાજ્યોમાં દોડી રહી છે.
ભારતીય રેલવેમાં આધુનિક ટ્રેનનો સમાવેશ કરાઈ રહ્યો છે જે આગામી વર્ષોમાં વિદેશી ટ્રેન વ્યવહાર જેવીજ ભારતમાં સુવિધાઓ પ્રાપ્ત થશે.