સમગ્ર વિશ્વમાં ચીન તેની નાપાક હરકતો જાણીતું છે ત્યારે ફરી ચીન ગુપ્ત રીતે એકવાર મોટા પરમાણુ હથિયારનું પરીક્ષણ કરવા હિલચાલ કરી રહ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે.
જે રીતે સેટેલાઇટ ઇમેજ સામે આવી છે તે જોતાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ કંઇક ખતરનાક પ્લાનિંગ કરી રહ્યા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે તેના એક અહેવાલમાં દાવો કર્યો છે કે ચીન ટૂંક સમયમાં ઉત્તર-પશ્ચિમના સ્વાયત્ત ક્ષેત્ર શિનજિયાંગમાં પરમાણુ પરીક્ષણ કરી શકે છે.અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના એક ડિટેલ રિપોર્ટમાં ચીનની આ ન્યૂક્લિયર સાઈટની સેટેલાઈટ તસવીરો પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવી છે. આ તસવીરોમાં ઝિંજિયાંગમાં ચીનની લોપ નૂર ન્યૂક્લિયર ટેસ્ટ ફેસિલિટીના સંભવિત રિએક્ટિવેશનને જોઈ શકાય છે. ચીનનો આ પ્રયાસ નવી પેઢીની બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો પર ફિટ કરાયેલા તેના અમુક લેટેસ્ટ ન્યૂક્લિયર હથિયારોને મજબૂતી આપવામાં તેના રસ તરફ ઈશારો કરે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનમાં લોપ નૂર નામનો વિસ્તાર છે જ્યાં 1964માં પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે જ વિસ્તારમાં ફરી કેટલીક એવી શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી છે જેના કારણે આશંકા ઉભી થવા લાગી છે કે શી જિનપિંગ કોઈ મોટી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.
જે સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેમાં ઘણી જગ્યાએ વર્ટિકલ ડ્રિલિંગ જોવા મળ્યું હતું,
આ જગ્યા ઉપર ઊંડા ખાડાઓ પણ ખોદેલા છે અહીં ચીન ગુપ્ત રીતે નવા પ્રકારના પરમાણુ હથિયારો તૈયાર કરવા માટે તૈયારી કરી રહ્યું છે.ચીન ખુદને દુનિયાની સૌથી મોટી મહાસત્તા બનાવવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે અને તેના માટે તે 2030 સુધી 1000 પરમાણુ હથિયારો (Nuclear Weapons) પણ બનાવી રહ્યું છે. આ સૌની વચ્ચે કેટલીક સેટેલાઈટ તસવીરોએ ચીનની પોલ ખોલી નાખી છે. આ તસવીરોથી સ્પષ્ટ સંકેત મળે છે કે ચીન ઉત્તર પશ્ચિમના ઓટોનોમલ વિસ્તાર ઝિંજિયાંગમાં ટૂંક સમયમાં ન્યૂક્લિયર હથિયારોનું ટેસ્ટિંગ કે સબ ક્રિટિકલ ન્યૂક્લિયર એક્સપ્લોજન (Subcritical Nuclear Explosions) કરી શકે છે.
જોકે,ચીને આ અહેવાલોનું ખંડન કર્યું છે અને ફરી એકવાર તે તમામ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે ચીન પરમાણુ પરીક્ષણ પર જે પણ વૈશ્વિક પ્રતિબંધ છે તેનું સમર્થન કરતું આવ્યું છે.