દિલ્હી પોલીસ સંસદમાં ઘૂસણખોરીના આરોપીઓનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે.
આ માટે દિલ્હી પોલીસે દિલ્હીની પટિયાલા કોર્ટ પાસે પરવાનગી માંગી છે.
કોર્ટ પોલીસની અરજી પર 2 જાન્યુઆરીએ સુનાવણી કરશે.
મહત્વનું છે કે ગત તા.13 ડિસેમ્બરે બે યુવકોએ સંસદની સુરક્ષામાં ચૂક કરી ઘૂસ મારી હતી અને લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદીને બંનેએ પીળા રંગનો ગેસનો સ્પ્રે છાંટયો હતો.