પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ સહિત CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા, પ્રમુખ સ્વામીનગરીમાં તૈયાર કરાયેલી અક્ષરધામ પ્રતિકૃતિ

અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયો છે. આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરી છે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં દેશ વિદેશના હરીભક્તો ઉપસ્થિત થઇ રહ્યા છે.

છેલ્લા એક વર્ષથી ઓગણજ ગામ ખાતે સ્વામિનારાયણ નગર બનાવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને આખરે એ ઘડી આવી જ પહોંચી હતી. PM મોદીએ પ્રમુખ સ્વામીનગરીમાં તૈયાર કરાયેલી અક્ષરધામ પ્રતિકૃતિની પરિક્રમા કરી છે. આ પ્રતિકૃતિમાં 48 મૂર્તિ ગણેશજીની છે. મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજ અડધો કિલો મીટર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. ઉદ્ઘાટન પ્રસંગમાં જ અંદાજે 1 લાખ લોકો સમારોહમાં હાજર રહ્યા હતા.

પ્રમુખ સ્વામી નગર અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. આ નગરમાં સ્વતંત્ર સેનાનીઓની પ્રતિકૃતિ PM મોદીએ નીહાળી છે. PM મોદીએ પ્રમુખ સ્વામી વંદના પરિસરની પરિક્રમા કરી અને તેમણ વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે. પ્રમુખ સ્વામી મહારાજની દિન ચર્યા વિશેની ઝાંખીનો તેમણે પરિચય મેળવ્યો. તેમજ પ્રમુખ સ્વામી નગરમાં તૈયાર કરાયેલા જ્યોતિ ઉદ્યાન જેવા વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે.