ચેસ માસ્ટર્સના પાંચમા રાઉન્ડમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયનને 16 વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટરે આપી હાર

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદે આજે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રજ્ઞાનંદે ત્રણ મહિનામાં બીજી વખત વિશ્વના નંબર-1 ચેસ માસ્ટર મેગ્નસ કાર્લસનને હરાવ્યો છે. અગાઉ 21 ફેબ્રુઆરીએ, પ્રજ્ઞાનંદે ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના આઠમા રાઉન્ડમાં કાર્લસનને 39 ચાલમાં હરાવ્યો હતો અને આ વખતે પણ વિશ્વ ચેમ્પિયનને 40 ચાલમાં ધૂળ ચટાડી છે.

અગાઉ ચેસેબલ ટૂર્નામેન્ટમાં આપી હતી હાર
બીજી વખત પણ ચેસેબલ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં. પ્રજ્ઞાનંદે અગાઉ 21 ફેબ્રુઆરીએ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના આઠમા રાઉન્ડમાં કાર્લસનને 39 ચાલમાં હરાવ્યો હતો. બીજી વખત પણ ચેસેબલ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં. ચેસેબલ માસ્ટર્સ એ 16 ખેલાડીઓની ઓનલાઈન ઝડપી ચેસ ટુર્નામેન્ટ છે. ટૂર્નામેન્ટમાં પાંચમા રાઉન્ડમાં પ્રજ્ઞાનંદ અને કાર્લસન વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. એક સમયે બંને વચ્ચેની આ મેચ ડ્રો જશે તેવું લાગતું હતું પરંતુ 40મી ચાલ બાદ કાર્લસને મોટી ભૂલ કરી અને તેને હારનો ભોગ બનવું પડ્યું. 40મી ચાલમાં ભૂલ બાદ, પ્રજ્ઞાનંદે તેની આગલી જ ચાલમાં કાર્લસનને હરાવ્યો.

ચેસેબલ માસ્ટર્સ ટુર્નામેન્ટના બીજા દિવસ બાદ કાર્લસન 15 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે પ્રજ્ઞાનંદ 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. ચીનના વેઈ યી 18ના સ્કોર સાથે ટોચ પર છે, જ્યારે ડેવિડ એન્ટોન 15ના સ્કોર સાથે બીજા ક્રમે છે.