રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે સરકારે ફરી એકવાર GRAPનું સ્ટેજ-3લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે.
આ કારણે રાજધાનીમાં BS-3 અને BS-4 વાહનોના ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદુષણ વધતા ગંભીર રૂપ લઈ લીધું છે.
આવા વાતાવરણમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દરમિયાન, સતત વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત હવે નવા નિયંત્રણો અમલમાં આવ્યા છે.
હવે દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં રસ્તાઓ પર BS-3 અને BS-4 ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
માત્ર BS-6 ડીઝલ વાહનોને જ ચાલવાની મંજૂરી આપવામાં આવશે. બિન-આવશ્યક બાંધકામ અને ડિમોલિશનના કામ પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.

●નીચે મુજબના પગલાં ગ્રેપ-3માં લેવામાં આવશે

  1. રસ્તાઓની મશીન/વેક્યુમ આધારિત સફાઈમાં વધારો.
  2. રસ્તાઓ પરની ઊડતી ધૂળને નિયંત્રિત કરવા ખાસ કરીને હોટ સ્પોટ્સ અને વધુ ટ્રાફિકવાળા માર્ગો પર, પીક ટ્રાફિક અવર્સ પહેલાં દરરોજ પાણીનો છંટકાવ કરીને અને એકત્રિત કરેલી ધૂળને નિયુક્ત સ્થળો અથવા લેન્ડફિલ્સમાં ડમ્પ કરીને પ્રદુષણ ઘટાડવું.
  3. જાહેર પરિવહન સેવાઓમાં વધારો કરવો.
  4. અપવાદ કિસ્સામાં બાદ કરતા બાંધકામ અને તોડફોડ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ.
  5. સ્ટોન ક્રશરની કામગીરી ઉપર રોક
  6. એનસીઆરમાં ખાણકામ અને સંબંધિત પ્રવૃત્તિઓ બંધ રહેશે.
  7. દિલ્હી અને ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ LMVs (4 વ્હીલર) પર પ્રતિબંધ.
  8. NCRમાં પાંચમા ધોરણ સુધીના બાળકો માટે શાળાઓમાં વર્ગો બંધ કરવાનો અને ઑનલાઇન મોડમાં વર્ગો ચલાવવાનો વિકલ્પ.
  9. ● ગ્રેપલનો અમલ કોણ કરે છે?
  10. GRAPE પર રચાયેલી પેટા સમિતિ સમય સમય પર આગોતરી કાર્યવાહીનું આયોજન કરવા બેઠક કરે છે. પેટા-સમિતિ પ્રવર્તમાન હવાની ગુણવત્તા અને AQI અનુમાનના આધારે કાયદાની વિવિધ જોગવાઈઓને અમલમાં મૂકવા માટે જરૂરી આદેશો જારી કરે છે.
  11. પેટા-સમિતિ GRAP ના અસરકારક અમલીકરણ માટે જવાબદાર વિવિધ એજન્સીઓ દ્વારા લેવામાં આવેલા પગલાંની પણ સમીક્ષા કરે છે. એનસીઆરમાં આવતા રાજ્યો અને દિલ્હીના મુખ્ય સચિવો GRAP ની ક્રિયાઓ અને અમલીકરણની વારંવાર સમીક્ષા કરશે, ખાસ કરીને જ્યારે હવાની ગુણવત્તામાં ઘટાડો થાય છે અથવા ‘ગંભીર’ અથવા ‘ગંભીર+’ શ્રેણીમાં આવવાનો ભય હોય છે.
  12. આમ,દિલ્હીમાં પ્રદુષણ વધતા આ પગલાં ભરવામાં આવી રહયા છે .