નવી દિલ્હી ખાતેની પોલેન્ડ હાઈ કમિશન ઓફિસે કરી જાહેરાત

File shots

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પોલેન્ડ અને યુક્રેન બોર્ડર પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. નવી દિલ્હી ખાતે આવેલી પોલેન્ડની high commission ઓફિસે એલાન કર્યું છે કે પોલેન્ડ અને યુક્રેન બોર્ડર પર ફસાયેલા વિદ્યાર્થીઓને વિઝા વિના જ દેશમાં પ્રવેશ અપાશે.


છેલ્લા કેટલાક સમયથી ભારતીય વિધાર્થીઓ અને વિવિધ દેશોના લોકો પોલેન્ડ અને યુક્રેન બોર્ડર પર પહોંચી રહ્યા છે અને વિઝાની પ્રક્રિયાને કારણે સતત તેમાં વિઘ્ન ઉભું થઇ રહ્યું છે. ગઈકાલે કેટલાક ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓએ આ અંગેની ફરિયાદ કરી હતી અને તેઓએ નિવેદન આપ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી તેમને પોલેન્ડ અને યુક્રેન બોર્ડર પર એન્ટ્રી નથી આપવામાં આવતી. જોકે હવે ભારત ખાતેના ભોલેના હાઇ કમિશનર એડમ બુરાકોવસ્કીએ જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓને વિઝા વિના જ પોલેન્ડમાં એન્ટ્રી અપાશે.