તેમણે કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરી. બાદમાં PM મોદીએ CM યોગી સાથે મંદિર પરિસરમાં નવી બનેલી ઈમારતોનું નિરીક્ષણ કર્યું 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા સ્વરૂપમાં વિશ્વ ફલક પર અનતરિત થયેલા કાશી વિશ્વનાથ ધામ સંકુલનું ઉદ્ઘાટન કરવા માટે વારાણસી પહોંચ્યા, જ્યા તેમના સ્વાગતમાં રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર હતા.

એરપોર્ટથી PM મોદી કાશી વિશ્વનાથ મંદિર પરિસર પહોંચ્યા હતા. જ્યા તેમણે કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરી. બાદમાં PM મોદીએ CM યોગી સાથે મંદિર પરિસરમાં નવી બનેલી ઈમારતોનું નિરીક્ષણ કર્યું હતું.

https://m.facebook.com/watch/?v=584589585944061&extid=CL-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&ref=sharing

વડાપ્રધાન મોદીએ લલિતા ઘાટ પર ઉપસ્થિત લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ પછી વડાપ્રધાને અહીં ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. મોદીએ ગંગા નદીમાં સ્નાન કર્યા પછી, તેમણે પૂજન કર્યું હતું. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર ઘાટ એસપીજીને સોંપવામાં આવ્યો છે.