ભારત અને ફ્રાન્સ વચ્ચેની ડીલ ચીન-પાકિસ્તાનનું ‘સ્વપ્ન’ તોડી નાખશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (13 જુલાઈ) ત્રણ દિવસના વિદેશ પ્રવાસે રવાના થયા. PM મોદી તેમની વિદેશ યાત્રાના પહેલા તબક્કામાં 13 અને 14 જુલાઈએ ફ્રાન્સમાં રહેશે અને PM બીજા તબક્કામાં UAE પહોંચશે. પીએમ મોદીની આ ફ્રાંસ મુલાકાત ભારત માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તવમાં આ પ્રવાસ પર ભારત અને ફ્રાન્સ વચ્ચે 90 હજાર કરોડની ડિફેન્સ ડીલ થવાની સંભાવના છે.
આ ડિફેન્સ ડીલ હેઠળ ભારતને 26 રાફેલ ફાઈટર જેટ મળશે. આ સાથે ભારતમાં 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન બનાવવાનો કરાર થશે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતના પાડોશી દેશ ચીનની ગતિવિધિઓ ઘણી વધી ગઈ છે. આને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ભારતીય નૌકાદળે INS વિક્રાંત પર તૈનાત માટે 26 રાફેલ મેરીટાઇમ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની ભલામણ કરી હતી.
સંરક્ષણ સોદાથી ભારતને શું મળશે?
ફ્રાન્સ સાથે ભારતનો 90 હજાર કરોડનો સંરક્ષણ સોદો ચીન અને પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ આપવાની દેશની શક્તિમાં વધુ વધારો કરશે. આ સંરક્ષણ સોદામાં ભારતને 22 સિંગલ સીટ રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટ મળવાની આશા છે.
આ ફાઇટર એરક્રાફ્ટ INS વિક્રાંત પર તૈનાત રહેશે. સાથે જ 4 ટ્રેનર રાફેલ મરીન એરક્રાફ્ટ પણ મળશે. આ સાથે ભારતમાં 3 સ્કોર્પિન સબમરીનના સંયુક્ત નિર્માણ પર પણ વાત થઈ શકે છે.
ચીન-પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળશે
ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક અને રાજકીય સંબંધો ખૂબ જ ઊંડા છે. ભારત અને ફ્રાન્સ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને આતંકવાદ સામેની લડાઈમાં સમાન હિતો સાથે નજીકના સાથી છે. બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફ્રાન્સ ભારતના વિરોધીઓને કોઈ હથિયાર નથી આપતું. તે જ સમયે, ભારત વિરોધીઓ સાથે સ્ટેજ શેર કરવાનો પણ ઇનકાર કરે છે.
ફ્રાન્સ-ભારતની ‘મિત્રતા’ કેટલી જૂની
સંરક્ષણ સહયોગ 70 વર્ષ
અવકાશ સહયોગ 58 વર્ષ
વ્યૂહાત્મક ભાગીદારી 25 વર્ષ
પ્રત્યાર્પણ સંધિ 18 વર્ષ
પરમાણુ ઉર્જા સહયોગ 15 વર્ષ