વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ભૂટાનની મુલાકાતે જવા રવાના થયા હતા જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM મોદી 22-23 માર્ચે ભૂટાનની સત્તાવાર મુલાકાતે હશે.
PM મોદીનું વિમાન આજે સવારે દિલ્હીથી ભૂટાન માટે ટેકઓફ થયું હતું.

પીએમ મોદીની ભૂટાનની મુલાકાત અગાઉ 21-22 માર્ચે થવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે પીએમ મોદીની મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી, જો કે પરસ્પર સહમતિ બાદ પીએમ મોદી આજે જ ભૂટાન જવા રવાના થયા હતા.

પીએમ મોદી તેમના ભૂટાન પ્રવાસ પર રાજધાની થિમ્પુ પહોંચ્યા છે.
ભૂટાનના પીએમ શેરિંગ તોબગેએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

PM મોદીના ભૂટાન આગમન પર વડા પ્રધાન શેરિંગ તોબગેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે લખ્યું, ‘ભૂતાનમાં આપનું સ્વાગત છે, મારા મોટા ભાઈ.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી થિમ્પુમાં ગિલ્ટસુએન જેત્સુન પેમા મધર-ચાઈલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે,જે થિમ્પુમાં ભારત સરકારની સહાયથી બનેલી અત્યાધુનિક હોસ્પિટલ છે.

ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારત અને ભૂટાન વચ્ચે અનોખી અને કાયમી ભાગીદારી છે, જે પરસ્પર વિશ્વાસ, સમજણ અને સદ્ભાવના પર આધારિત છે. આ મુલાકાત બંને પક્ષોના હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.