વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથીગુજરાતની બે દિવસની મુલાકાતે છે તેઓ રાત્રેજ અમદાવાદ પહોંચ્યા હતા.
જ્યાં એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું.
બે દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. PM મોદી આજે UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે રોડ શો કરશે.
રાત્રે અમદાવાદ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે તેઓ થોડા સમય પહેલા અમદાવાદ પહોંચ્યા છે.
પીએમએ કહ્યું, આ ખૂબ જ આનંદની વાત છે કે વિશ્વના ઘણા નેતાઓ સમિટમાં ભાગ લેશે.
UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદનું આગમન ખૂબ જ ખાસ છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સાથે મારો ખૂબ જ નજીકનો સંબંધ છે અને મને એ જોઈને આનંદ થાય છે કે કેવી રીતે આ પ્લેટફોર્મે ગુજરાતના વિકાસમાં યોગદાન આપ્યું છે અને ઘણા લોકો માટે તકો ઊભી કરી છે.
મહત્વનું છે કે આજથી બે દિવસ તેઓ ગુજરાતમાં રહેશે.
તેઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા આજે મંગળવારે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર રોડ શોનું નેતૃત્વ કરશે.
અમદાવાદ શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) સફીન હસને જણાવ્યું હતું કે, UAE પ્રમુખનું સ્વાગત કર્યા બાદ સાંજે એરપોર્ટથી ત્રણ કિલોમીટર લાંબો રોડ શો શરૂ થશે.
આ રોડ શો ઈન્દિરા બ્રિજ ખાતે સમાપ્ત થશે.
આ પુલ અમદાવાદને ગાંધીનગરથી જોડે છે. આ પછી બંને મહાનુભાવો ગાંધીનગરમાં પોતપોતાના ગંતવ્ય સ્થાને જવા રવાના થશે.
PM મોદી આવતી કાલે બુધવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે VGGSની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.
ગુજરાતની મુલાકાત દરમિયાન, PM મોદી વૈશ્વિક નેતાઓ અને ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.