વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (2 એપ્રિલ) ઉત્તરાખંડના રૂદ્રપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની ઉપલબ્ધિઓ ગણાવવાની સાથે વિપક્ષી પાર્ટીઓ પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે ઉત્તરાખંડના લોકોનું વીજળીનું બિલ શૂન્ય બને તે સુનિશ્ચિત કરવા માટે, પ્રધાનમંત્રી સૌર ઉર્જા કાર્યક્રમ હેઠળ, તમારા ઘરની છત પર સૌર ઉર્જા લગાવવામાં આવશે, જેના કારણે તમારા ઘરનું બિલ શૂન્ય થઈ જશે.
તેઓએ કહ્યું કે ‘યે તો સિર્ફ ટ્રેલર હૈ,અભી બહોત કુછ કરનેકા બાકી હૈ’ મતલબ કે છેલ્લા દસ વર્ષમાં જે કંઈ પણ વિકાસ થયો છે તે માત્ર ટ્રેલર છે, હજુ ઘણું કરવાનું બાકી છે.

તેઓએ કહ્યું કે મોદીનો જન્મ મોજ-મસ્તી માટે નહીં, પણ મહેનત કરવા માટે થયો છે.
10 વર્ષમાં જે વિકાસ થયો છે તે માત્ર ટ્રેલર છે,આપણે હજુ દેશને ખૂબ આગળ લઈ જવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- કોંગ્રેસે ભાગલા કરાવનાર ને ટિકિટ આપી છે. કોંગ્રેસે વિપિન રાવતનું અપમાન કર્યું હતું.
તેઓ દેશભક્તિના વિચારને સ્વીકારતા નથી, કોંગ્રેસ તુષ્ટિકરણની દલદલમાં એટલી ડૂબી ગઈ છે કે તે દેશ માટે વિચારી પણ શકતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ગઠબંધન પર રાજકીય હુમલો કરતા કહ્યું કે વિપક્ષ 10 વર્ષથી સત્તાથી બહાર છે અને આગ લગાડવાની વાત કરવા લાગ્યા છે.
આવા લોકોને વીણી વીણીને સાફ કરી દો આ વખતે તેમને મેદાનમાં ન રહેવા દો.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ દક્ષિણ ભારતને અલગ કરવાની વાત કરી હતી બોલો તમેજ મને કહો કે દેશના ભાગલા પાડનારાઓને સજા થવી જોઈએ કે નહીં?

રૂદ્રપુરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતા મોદી-મોદીના નારા લગાવી રહી છે, દેવભૂમિના આશીર્વાદ મારી શક્તિ છે,હું જ્યારે પણ ઉત્તરાખંડની ધરતી પર આવું છું ત્યારે મને ઘણી શાંતિ થાય છે.
આપણે ઉત્તરાખંડનો વિકાસ કરીને ઉત્તરાખંડને આગળ લઈ જવાનું છે. દેવભૂમિનું ધ્યાન કરવાથી જ હું ધન્ય બની જાઉં છું, આ સૌભાગ્યને હું વંદન કરું છું.

પીએમએ કહ્યું ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપુ છું.
ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત એટલે કે લોકોની કમાણી વધશે. નોકરીની તકો વધશે.
ગામડાઓ અને શહેરોમાં સુવિધાઓ વધશે સાથેજ ઉત્તરાખંડને પણ ઘણો ફાયદો થશે.